UPથી પ્રયાગરાજ, અતીકને લાવવા લઇ જવાનો ખર્ચ 10 લાખ, જાણો આખું ગણિત

ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી માફિયા અતીક અહમદને ફરી એકવાર અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો છે. અતીક અહમદને પ્રયાગરાજથી સાબરમતી જેલ લાવવા માટે 37 પોલીસ કર્મીઓની સાથે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ કાર મોકલવામાં આવી હતી. આ જ વાહનોમાં અતીક અહમદને મંગળવારે પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો. અતીકને સાબરમતી જેલથી પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર 10 લાખ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. અતીકને લાવવા અને લઇ જવા માટે તૈનાત 37 પોલીસ સ્ટાફને મળતા પગારના હિસાબે 4 લાખ અને મોંઘવારી ભથ્થાના હિસાબે 2 લાખ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ ઉપરાંત 3 લાખ રૂપિયા ડીઝલનો ખર્ચ થઇ રહ્યો છે.

એક પોલીસ વાનની એવરેજ 5 કિ.મી. હોય છે. આ મુજબ વન-વે મુસાફરી માટે પોલીસ વાનમાં 255 લિટર ડીઝલ  પુરાવવું પડે છે, જેની કિંમત 25,000 રૂપિયા જેટલી થાય છે. હવે બે પોલીસ વાન ગઈ હોવાથી એક બાજુનો ખર્ચ 50,000 રૂપિયા થશે. પ્રયાગરાજથી વેન સાબરમતી જાય છે, પછી સાબરમતી જેલથી પ્રયાગરાજ આવે છે, પછી પ્રયાગરાજથી સાબરમતી જશે અને પછી સાબરમતીથી પ્રયાગરાજ આવશે. એટલે કે બંને વાહનોના કુલ 4 ફેરા થશે.

મતલબ કે બંને પોલીસ વાનમાં 2 લાખ રૂપિયાનો ડીઝલ ખર્ચ થશે. ઉપરાંત પોલીસની બે એસ્કોર્ટ ગાડીઓ પણ લાગેલી છે. એક ગાડીની એવરેજ 12 કિ.મી હોય છે. મતલબ કે એક તરફની યાત્રા માટે પોલીસ એસ્કોર્ટે 107 લીટર ડીઝલ પુરાવવું પડે, લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય. પોલીસ વાનની જેમ આના પણ 4 ચકકર થાય છે. એસ્કોર્ટ વાહનોનો ડીઝલનો ખર્ચ 80,000 રૂપિયા થાય છે.

અતીક અહેમદને લાવવા લઇ જવામાં રોકાયેલા 37 પોલીસ કર્મચારીઓમાં એક સીઓ, એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, 6 ડ્રાઈવર્સ, 4 હેડ કોન્સ્ટેબલ અને 23 કોન્સ્ટેબલ લગાવવમાં આવે છે. અતિકને લાવવા અને લઈ જવાના બદલામાં, આ પોલીસકર્મીઓને રૂ. 6 લાખ (પગાર + મોંઘવારી ભથ્થું) ચૂકવવા પડશે. પ્રયાગરાજ પોલીસની સુરક્ષા ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો તૈનાત છે.

આ આંકડા પરથી જોઇએ તો અતીક અહમદને એક વાર સાબરમતી જેલથી પ્રયાગરાજ અને પાછો સાબરમતી લાવવા માટે ઉત્તર પ્રદેશ સકરારને લાખો રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે. હવે સવાલ એ ભો થાય છે કે અતીક અહમદને લાવવા લઇ જવા માટે ઉત્તર પ્રદેશની સરકાર આટલો ખર્ચો કેમ કરી રહી છે? જાણકારોના કહેવા મુજબ ઉત્તર પ્રદેશની સરકાર લોકોના મનમાં માફીયા અતીતનો જે ડર હતો કે કાઢવા માંગે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.