વૈષ્ણો દેવી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત

PC: twitter.com/ANI

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થઈ ગયો છે. અમૃતસરથી કટરાથી જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ ઊંડી ખાણમાં ખાબકી ગઈ હતી. આ દરમિયાન અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જમ્મુ જિલ્લા કલેક્ટર કાર્યાલયે કહ્યું કે, ઇજાગ્રસ્તોને સરાકરી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બસ તીર્થયાત્રીઓને લઈને વૈષ્ણો દેવીના દર્શન કરાવવા જઈ રહી હતી.

રિપોર્ટ્સ મુજબ, અકસ્માત જમ્મુના ઝજ્જર કોટલી પાસે થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જેવી જ બસ નેશનલ હાઇવે 44 પર પહોંચી. બસ અનિયંત્રિત થઈને ઊંડી ખાણમાં ખાબકી.બસમાં લગભગ 70 લોકોના સવાર હતા, જ્યા જે કટરામાં વૈષ્ણો દેવીના દર્શન માટે જઇ રહ્યા હતા, જેમાંથી 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઇ ગયા, જ્યારે કેટલાક લોકોની હાલત ગંભીર છે. જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું કે, 20 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો બચાવ અભિયાનમાં પોલીસની મદદ કરી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લામાં 21 મેના રોજ માતા વૈષ્ણો દેવીના દર્શને જઈ રહેલા તીર્થયાત્રીઓને લઇને જઈ રહેલી બસ પલટી જવાથી 27 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું હતું અને 24 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તો જમ્મુ-કશ્મીરના ડોડા જિલ્લામાં ચિનાબ નદીના તટ પર એક ખાનગી કાર કથિત રીતે રોડથી અનિયંત્રિત થઇને 300 ફૂટ નીચે પડી ગઈ, જેથી તેમાં સવાર દંપતી સહિત 4 લોકોના મોત થઈ ગયા હતા અને એક અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત રગ્ગી નાળા પાસે બટોટે કિશ્તવાડ રાજમાર્ગ પર થયો અને પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત બચાવ અભિયાન દરમિયાન કલાકોની સખત મહેનત બાદ 4 શબ શોધી કાઢવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) કિશ્તવાડ અબ્દુલ કયૂમે કહ્યું હતું કે, કાર સવાર પુલ ડોડાથી જમ્મુ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે એક ગાડીથી આગળ નીકળવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું અને તેઓ 300 ફૂટ નીચે ચિનાબ નદીના કિનારા પર જઈ પડ્યા. 4 લોકોના શબ શોધી કાઢવામાં આવ્યા છે અને એક ઇજાગ્રસ્તને સરકારી મેડિકલ કૉલેજ, ડોડામાં દાખલ કરાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળે છે કે પુરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે આ અકસ્માત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp