શિરડી સાંઈ બાબાના દર્શનાર્થે જઇ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત, 10 લોકોના મોત

PC: twitter.com/ANI

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટી રોડ દુર્ઘટના થઇ ગઇ છે. નાસિક સિન્નાર રોડ પર એક ખાનગી લક્ઝરી બસની ટ્રક સાથે ટક્કર થઇ ગઇ. જેમાં 10 લોકોના મોત થઇ ગયા અને 35 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રિપોર્ટ્સ મુજબ, બસમાં સવાર બધા મુસાફર સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી જઇ રહ્યા હતા. શિરડી હાઇવે પર પઠારે શિવર પાસે એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ ગઇ. બસ સાંઈબાબાના ભક્તોને લઇને જઇ રહી હતી. ત્યારે તેની ટક્કર ટ્રક સાથે થઇ ગઇ.

બસમાં કુલ 45 મુસાફર હતા. તેમાંથી 10 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઇ ગયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ, 2 નાના બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં નાસિક-અમદાવાદ હાઇવે પર શુક્રવારે સવારે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 10 લોકોના મોત થઇ ગયા, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત મુંબઇથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નાર તાલુકામાં પઠારે શિવર પાસે સવારે લગભગ 7 વાગ્યે થયો છે.

ઇજાગ્રસ્તોને ગ્રામીણ હૉસ્પિટલ અને યશવંત હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઇવે પર થયેલા બસ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંબંધિત અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. એક રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉઠાવશે.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) મુજબ, એકનાથ શિંદેએ નાસિકના વિભાગીય કમિશનર સાથે વાત કરી અને તેમને ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નાસિક અને શિરડી લઇ જવા અને અકસ્માતના કારણોની જાણકારી મેળવવા માટે તપાસના નિર્દેશ આપ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો બસ અને ટ્રક બંનેના ફુરચેફુરચા ઊડી ગયા છે. જાણકારી મળતા પહોંચેલી પોલીસે બસ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં મોટી સંખ્યામાં લોકો સવાર થઇને શિરડી જઇ રહ્યા હતા. ત્યારે નાસિક-શિરડી હાઇવે પર ટ્રક સાથે ટકરાઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp