દાદીની ચેન બચાવવા 10 વર્ષની પૌત્રીએ સ્નેચર સાથે કરી અથડામણ, જુઓ વીડિયો

PC: aajtak.in

પુણે શહેરમાં અવાર-નવાર જોવામાં આવી રહ્યું છે કે અપરાધની ઘટનાઓમાં વધારો થતો રહ્યો છે. શહેરોમાં ચેન ચોરોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં હવે સામે આવ્યું છે કે શહેરમાં રોજના પાંચ છ બનાવોમાં ચેન છીનવીને ભાગી જવાની ઘટના વધારે જોવા મળી રહી છે. એવી જ એક ઘાટના પુણેના શિવાજીનગરની મોડલ કોલોનીમાં ચેઈન સ્નેચિંગનો પ્રયાસ થયો હતો. સ્કૂટી સવાર વૃદ્ધ મહિલા પાસેથી ચેન છીનવી લેવા માંગતો હતો. જો કે મહિલાની પૌત્રીએ આવું થવા દીધું ન હતું. તેણે સ્નેચરના ચહેરા પર એક પછી એક થપ્પડ મારી. ગભરાઈને આરોપી સ્કૂટી પર ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે.

 

મહારાષ્ટ્રના પુણેમાં ચેઈન સ્નેચિંગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સ્કુટી સવારે વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. નવાઈની વાત તો એ હતી કે, દાદી અને પૌત્રી બંને ચેઈન ખેંચનાર સાથે લડ્યા. બહાદુર છોકરીએ આરોપીને મારવાનું શરૂ કર્યું. જોકે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન વૃદ્ધ મહિલા રોડ પર પડી ગઈ હતી, જેના કારણે તેને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ઘટના પૂણેના શિવાજીનગરની મોડલ કોલોનીની છે. બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ, 60 વર્ષીય લતા ઘાગ તેમની બે પૌત્રીઓને ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન હેલ્મેટ પહેરેલો સ્કૂટી પર સવાર એક યુવક તેની પાસે આવે છે અને સરનામું પૂછવા લાગે છે. લતા યુવકની નજીક પહોંચતા જ તેણે ઝપટ મારીને તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીના ઇરાદાને સમજીને, લતા અને તેની દસ વર્ષની પૌત્રી રુત્વી ઘાગ સ્કૂટી સવારને મારવાનું શરૂ કરે છે. રૂત્વી એક પછી એક આરોપીના ચહેરા પર કરે છે. અહીં લતા આરોપીને સ્કૂટી પરથી પડવાનો પ્રયાસ કરે છે.

જોકે, સ્પીડ વધારીને સ્કૂટી સવાર ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો. સ્કૂટી રોકવાના પ્રયાસમાં લતા રોડ પર પડી જાય છે. આ ઘટનામાં લતાને સામાન્ય ઈજા થઈ છે. જ્યારે, ચેઇન સ્નેચિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp