100 કરોડનો ગોટાળો, TCSએ કંપનીના 4 અધિકારીને નોકરીમાંથી કાઢ્યા, જાણો શું કરતા

PC: financialexpress.com

ખાનગી કંપનીમાં તગડો પગાર મેળવતા હોવા છતા 4 અધિકારીઓ કંપનીમાં નોકરી પર રાખવા માટે લાંચ લેતા હતા, આખરે કંપનીને ખબર પડી જતા બહારનો દરવાજો બતાવી દેવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)માં લાંચ લઈને નોકરી આપવાનો મામલો સામે આવ્યો છે. લાંચ લેવાના આ મામલાના ખુલાસા બાદ કંપનીમાં ખળભળાટ મચી ગયો છે. એક અહેવાલ મુજબ, કેટલાક વરિષ્ઠ TCS એક્ઝિક્યુટિવ્સ તેમના ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લેતા હતા. રિપોર્ટ અનુસાર આ બધું ઘણા વર્ષોથી ચાલતું હતું. આ મામલાના ખુલાસા બાદ ટાટા ગ્રૂપની કંપની TCSએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. કંપનીએ તેના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપ (RMG)માંથી ચાર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે અને ત્રણ સ્ટાફિંગ ફર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

અહેવાલ મુજબ, સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્હિસલબ્લોઅરે કંપનીના CEO અને COOને પત્ર લખીને દાવો કર્યો હતો કે RMGના ગ્લોબલ વડા ES ચક્રવર્તી, કંપનીમાં ઉમેદવારોને નોકરી પર રાખવા માટે એ સ્ટાફીંગ ફર્મ પાસેથી લાંચ હતા, જે કંપની માટે સ્ટાફ હાયર કરવાનું કામ કરે છે.આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, IT પ્રમુખે આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી, જેમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અજીત મેનનનો સમાવેશ થાય છે.

તપાસ પછી, TCS એ તેના રિક્રુટમેન્ટ પ્રમુખને રજા પર મોકલી દીધા અને RMGના 4 અધિકારીઓને નોકરી પરથી કાઢી મુક્યા.ઇએસ ચક્રવર્તીને ઓફિસ આવતા અટકાવવામાં આવ્યા હતા. આ સાથે ડિવિઝનના અન્ય અધિકારી અરુણ જીકેને પણ કંપનીએ સસ્પેન્ડ કરી દીધા હતા. રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ કોન્ટ્રાક્ટરો સહિત 3 લાખ લોકોને નોકરી પર રાખ્યા છે. તેમણે એવો પણ અંદાજ લગાવ્યો હતો કે કૌભાંડમાં સામેલ લોકોએ કમિશન દ્વારા ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા કમાયા હશે.

માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામમાં કંપનીએ જણાવ્યુ હતું કે કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં 22,600 કર્મચારીઓને નોકરી આપી હતી. 31 માર્ચ 2023 સુધીમાં કંપનીમાં કુલ 6.14, 975 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 6.13, 974 કર્મચારી હતા.

ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો પછી, કંપનીના ચીફ એચઆર ઓફિસર મિલિંદ લક્કડે કહ્યું હતું કે,છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં, અમારું ધ્યાન મોટા પાયા પર નવી પ્રતિભા લાવવા અને તેમને નવી તકનીકો પર તાલીમ આપીને ઉત્પાદક બનાવવા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp