100 વર્ષના વૃદ્ધ મહિલાએ કહ્યું- PM મોદી મારો દીકરો છે, 25 વીઘા જમીન આપી દઇશ

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના હરિપરા જાગીર ગામમાં રહેતા એક 100 વર્ષના વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં આ મહિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી રહ્યા છે અને પોતાની 25 વીઘા જમીન PM મોદીની આપી દેવાની ઇચ્છા વ્યકત કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના હરિપરા જાગીર ગામના માંગીબાઇ તંવર 100 વર્ષની વયના છે અને તેમણે એક વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોતાનો દીકરો કહ્યા છે અને તેમને 25 વીઘા જમીન આપવાની વાત કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં માંગબાઇ તંવરે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી મારો લાલ, મારો દીકરો છે. એ અમને ઘઉં –ચોખા આપે છે, ખાતર-બીજ આપે છે, અમારી સારવાર કરાવે છે, પાકને નુકશાન થાય તો વળતર આપે છે. તીર્થ યાત્રા કરાવે છે,કોલોનીમાં રહેવા મને ઘર આપ્યું છે, મને વિધવા પેન્શન આપી રહ્યો છે.

માંગીબાઇએ આગળ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હું ક્યારેય રૂબરૂ મળી નથી, માત્ર ટીવીમાં જ જોયા છે. પરંતુ હું તેમને રૂબરૂ મળવા માંગુ છુ અને તેમના માથા પર હાથ મુકીને આર્શીવાદ આપવા માંગુ છું. હું તેમને મળીને એટલું જ કહેવા માંગુ છું કે પેન્શનમાં થોડો વધારો કરી દો.

માંગીબાઇ કહે છે કે તેમને 14 સંતાનો છે, જેમાં 12 દીકરીઓ અને 2 દીકરા છે, પરંતુ  સૌથી પ્રિય પુત્ર PM મોદી છે. તેમણે કહ્યું કે, PM મોદી જેટલા કામ આવી રહ્યા છે, એટલા તો મારા સંતાનો પણ કામ નથી લાગતા. માંગીબાઇએ, પોતાના ઘરમાં PMની તસ્વીર લગાવી છે અને સવારે ઉઠીને પહેલાં તસ્વીર જોવાનું કામ કરે છે.

માંગીબાઇએ કહ્યુ કે, હું મારી 25 વીઘા જમીન પ્રધાનમંત્રી મોદીને આપી દેવા માંગુ છું,કારણકે તેઓ આખા દેશને અમને બધાને પોષી રહ્યા છે.તેમણે કહ્યું કે, કોરાના મહામારીમાં આપણે બધાને PM મોદીએ જ બચાવ્યા છે, લોકોનું ભલું કરતા-કરતા મારો દીકરો PM મોદી હવે વૃદ્ધ થઇ ગયો છે.

 ભાજપના કાર્યકરો 22 જૂને હરિપરા જાગીર ગામ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળની સિદ્ધીના પેમ્ફલેટ વ્હેંચી રહ્યા હતા. કાર્યકરો જ્યારે માંગીબાઇના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે PM મોદીના પેમ્ફલેટ હોય તો જ આપજો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા એ વાતચીતનો વીડિયો બની ગયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.