મહારાષ્ટ્ર સરકારના સમારોહમાં આવેલા 11 લોકોના લૂ લાગવાથી મોત, CMની વળતર જાહેરાત

PC: hindustantimes.com

નવી મુંબઈના ખારઘરમાં રવિવારે બપોરે થયેલા મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહમાં સખત તડકા અને ભીષણ ગરમીથી બીમાર થયેલા 11 લોકોના મોત થઈ ગયા. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મોતોને ખૂબ જ દુઃખદ બતાવ્યા છે. તેમણે મૃતકોના સ્વજનોને 5-5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ હતા.

બપોરે થયેલા આ સમારોહમાં અપ્પાસાહબ ધર્માધિકારીના લાખો સમર્થક સામેલ થયા હતા. તેમના બેસવાની વ્યવસ્થા સખત તાપમાં ખુલ્લા આકાશ નીચે કરવામાં આવી હતી, આ કરણે સખત તડકો અને ભીષણ ગરમીના પ્રભાવથી 100 કરતા વધુ લોકો બીમાર થઈ ગયા. તેમાંથી 50 લોકોને નવી મુંબઈની MGM હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. તેમાંથી એક ડઝનથી વધુ લોકોની હાલત અત્યારે પણ ગંભીર બનેલી છે. અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર બનેલી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક દર્દીઓને નવી મુંબઈ અને પનવેલની હૉસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બપોરે સમારોહ સ્થળ પર તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. આટલી ગરમીમાં લોકોને કલાકો સુધી તડકામાં બેસવું પડ્યું. લોકોની તબિયત બગડવાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ MGM હૉસ્પિટલની મુલાકાત લીધી અને માન્યુ કે સખત તાપમાં બેસવાના કારણે લોકોની તબિયત બગડી. આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.

આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમાજસેવી ડૉ. દત્તાત્રેય નારાયણ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા. રાજ્ય સરકાર તરફથી પ્રદાન કરવામાં આવતું આ સન્માન પહેલી વખત કોઈ એક જ પરિવારના બીજા સભ્યને મળ્યું છે. અપ્પાસાહેબ ધર્માધિકારીના નામથી પ્રસિદ્ધ ડૉ. ધર્માધિકારીના પિતા ડૉ. નારાયણ વિષ્ણુ ધર્માધિકારી દ્વારા સામાજિક ક્ષેત્રે શરૂઆતમાં કરેલા કાર્યોને હવે તેમના પુત્ર આગળ વધારી રહ્યા છે.

તેમના દ્વારા સમાજના ઘણા મોટા વર્ગને સાથે લઈને વૃક્ષારોપણ, નશામુક્તિ અને રક્તદાન સહિત ઘણા ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યા છે. તેમના આ જ સેવાકાર્યોનું પરિણામ છે કે મહારાષ્ટ્રના લાખો લોકો તેમની સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp