ચિંતાજનક: 12 વર્ષના છોકરાએ 6 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી નાંખી, કારણ પણ કેવું?

PC: uptak.in

ઉત્તરપ્રદેશના રામપુરથી એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષના છોકરાએ માત્ર 6 વર્ષની વયના માસૂમ બાળકની હત્યા કરી નાંખી છે. બંને મિત્રો હતા અને અડોશ-પડોશમાં રહેતા હતા.માત્ર 12 વર્ષની વયે કોઇ બાળકની અંદર આટલું ખુન્નસ કેવી રીતે આવી શકે કે માસૂમ બાળકની હત્યા કરી નાંખે? આ એક ચિંતાજનક વાત છે, કારણકે પોલીસને બાળક પાસેથી જે જાણવા મળ્યું છે તે પણ ચિંતા ઉભું કરનારું છે. બાળકે હત્યાનો ગુનો કબુલી લીધો છે. જેની હત્યા કરવામાં આવી છે તે 6 વર્ષનો માસૂમ તેના પરિવારનો એકનો એક દીકરો હતો.

રામપુરમાં રહેતા યોગેન્દ્ર યાદવના 6 વર્ષના પુત્ર યુગ યાદવનીની પડોશમાં રહેતા 12 વર્ષના છોકરાએ હત્યા કરી નાંખવાની ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી છે. યુગ પરિવારનો એકનો એક પુત્ર હતો અને જ્યારે પુત્રની હત્યાના સમાચાર મળ્યા ત્યારે પરિવાર હેબતાઇ ગયો છે.

પોલીસને હત્યારાની કડી આ રીતે મળી હતી. ગુનો કર્યા બાદ એ 12 વર્ષનો છોકરો ઘર તરફ ભાગ્યો હતો એ દરમિયાન તેણે સામેથી એક મહિલા કોન્સ્ટેબલને આવતા જોઇ હતી. એ છોકરાએ મહિલા કોન્સ્ટેબલને યુગ યાદવના લોહીથી ખરડાયેલા કપડા પડ્યા હોવાની માહિતી આપી હતી. મહિલા કોન્સ્ટેબલે ઘટના સ્થળે જોયું તો એક બળકનો મૃતદેહ માથું ચગદાઇ ગયેલી હાલતમાં પડ્યો હતો. મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો.

પોલીસને એ 12 વર્ષના છોકરા પર શંકા  ગઇ હતી એટલે તેની પુછપરછ કરી તો શરૂઆતમાં પોલીસને ગોળ ગોળ ફેરવી હતી, પરંતુ પછી ભાંગી પડ્યો હતો અને ગુનો કબુલી લીધો હતો. પોલીસે કહ્યું કે આ હત્યા કરનારો 12 વર્ષનો બાળક શરાબ અને સિગરેટનો વ્યસની છે. તેણે પોલીસને કહ્યું કે, યુગ મને છેલ્લાં કેટલાંક દિવસોથી અપશબ્દો બોલી રહ્યો હતો એટલે ગુસ્સામાં આવીને મેં તેના માથા પર ઇંટ મારીને મારી નાંખ્યો હતો.

પોલીસે બાળકની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાગી ચાલી રહી છે.

યુગના પિતાએ કહ્યું કે, યુગ અમારો એકનો એક દીકરો હતો અને હજુ થોડા દિવસ પહેલાં જ તેને શાળામાં મુક્યો હતો. યુગ છેલ્લાં 1-2 કલાકથી મળતો નહોતો, અમે શોધ્યો તો અમને લાશ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp