12મું પાસ, સ્નાતક, અનુસ્નાતક...,હવે યુવાનોને સન્યાસી-બ્રહ્મચારી બનાવશે રામદેવ

PC: hindi.news18.com

યોગ ગુરુ બાબા રામદેવ પોતાના નિવેદનોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હોય છે. હવે બાબા રામદેવે યુવાનોને ખાસ અપીલ કરી છે. યોગગુરુ સ્વામી રામદેવે દેશના યુવાનોને સાધુ બનવાનું આમંત્રણ આપ્યું છે. આ માટે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી શેર કરવાની સાથે અખબારોમાં જાહેરાત પણ આપી છે.

બાબા રામદેવે આમાં જણાવ્યું છે કે, જે યુવક-યુવતીઓ સાધુ બનવા માગે છે તેમને કઈ શરતો પૂરી કરવી પડશે. આ માટે સંન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જે 22 માર્ચથી શરૂ થશે અને રામ નવમી એટલે કે 30 માર્ચ સુધી ચાલશે. આ માટે 12મું પાસ, સ્નાતક, અનુસ્નાતક યુવક-યુવતીઓ અરજી કરી શકશે.

બાબા રામદેવે જાહેર કરેલા પોસ્ટરમાં કહ્યું છે કે, 'કોઈ પણ જાતિ અને સમુદાયમાં જન્મેલો એક સીધો- સાદો અને સામાન્ય માણસ મોટી-મોટી ક્રાંતિ લાવી શકે છે. માત્ર તે શકિતશાળી અને સખત મહેનત કરનારો હોવો જોઈએ.'

બાબા રામદેવે યુવાનોને રામ નવમી પર પતંજલિમાં આવવા અને તેમની પાસેથી દીક્ષા લેવા અને તપસ્વી જીવન જીવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુવાનોએ પતંજલિ યુનિવર્સિટીમાં આવીને શિક્ષણ અને દીક્ષા મેળવવું જોઈએ અને પોતાની અંદર મહાન ઋષિમુનિઓ જેવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ.

પોસ્ટરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ જાતિ અને પ્રાંતના માતા-પિતા તેમના પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ-દીક્ષા લઈને કુળનું અને વંશના નામને ગૌરવ અપાવવા માટે સ્વામી રામદેવ પાસે સાધુ બનાવવા માટે મોકલી શકે છે. આ બાળકો સનાતન ધર્મ પ્રત્યે સમર્પિત રહેશે.

આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ યુવક-યુવતી પોતાની મરજીથી સન્યાસ લેવા આવવા માંગે છે અને તેના માતા-પિતા તેને અજ્ઞાનતા કે તેમની લાગણીને કારણે સમજી શકતા નથી. તો તેઓ માતા-પિતાની પરવાનગી વિના પણ પતંજલિ યોગપીઠમાં આવી શકે છે. સ્વામી રામદેવ અને મહર્ષિ દયાનંદ જેવા મોટા ભાગના સન્યાસીઓ આ રીતે જ તૈયાર થયા છે.

બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ વિશ્વવિદ્યાલય યોગમાં BA, MA, BAMS અને BYNS તેમજ ફિલોસોફી, વેદશાસ્ત્ર અને વ્યાકરણ સહિત સંસ્કૃત અને સાહિત્યમાં BA અને MA પણ કરી શકશે. બાબા રામદેવની આ સન્યાસી બનવાની જાહેરાત ખૂબ જ રસપ્રદ છે. હવે જોવાનું એ રહેશે કે યુવાનો આ જાહેરાત પર કેવી પ્રતિક્રિયા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp