કૂતરાએ બચકું ભરતા 14 વર્ષીય છોકરાનું મોત, સારવાર માટે ભટકતો રહ્યો પિતા

PC: news9live.com

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રેબીજથી 14 વર્ષીય છોકરાનું દર્દનાક મોત થઈ ગયું. લગભગ 4 દિવસ અગાઉ બાળકમાં રેબીજના લક્ષણ નજરે પડ્યા હતા. તે હવા-પાણીથી ડરવા લાગ્યો હતો અને અંધારામાં રહેવા લાગ્યો હતો. બાળકની ખરાબ હાલતને જોતા પરિવારજનો તેને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ દાખલ કરવાની ના પાડી દીધી. આ ઘટના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ચરણ સિંહ કૉલોનીની છે. અહીં રહેનારા યાકૂબનો મોટો દીકરા સાબેજને લગભગ એક મહિના અગાઉ કૂતરાએ બચકું ભરી લીધું હતું.

જો કે, ડરના કારણે છોકરાએ પોતાના પરિવારજનોને કૂતરા દ્વારા બચકું ભરવાની સૂચના નહોતી આપી. લગભગ 4 દિવસ અગાઉ બાળકોમાં રેબીજના લક્ષણ નજરે પડવા લાગ્યા. શરૂઆતમાં પરિવારજનો કંઇ સમજી ન શક્યા. જેના કારણે તેની હાલત બગડી ગઈ. બાળકના વ્યવહારમાં બદલાવ આવવાથી પરિવારજનો તેને હૉસ્પિટલ લઈને પહોંચ્યા. જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેને દાખલ કરવાની ના પાડી દીધી અને તેનું તડપી તડપીને મોત થઈ ગયું. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ પોતાના બાળકોની સારવાર માટે ગાઝિયાબાદની એમ.એમ. હૉસ્પિટલ સિવાય મેરઠ, દિલ્હીની GBT અને AIIMS લઈને ગયા, પરંતુ સોમવારે રાત્રે બાળકનું મોત થઈ ગયું.

પરિવારજનોના જણાવ્યા મુજબ, સાબેજને લગભગ એકઠી દોઢ મહિના અગાઉ પાડોશમાં રહેતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ચરણ સિંહ કોલોનીમાં રહેનારી એક મહિલા એ કૂતરાને પાળે છે અને સ્ટ્રીટ ડોંગને ફીડ કરવાનું કામ કરે છે. 5-6 કૂતરા ત્યાં રહે છે જે ઘણા લોકોને બચકાં ભરી ચૂક્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, એ જ મહિલાના કૂતરાએ તેના દીકરાને બચકું ભરી લીધું છે. આ ઘટના બાદ બાળકના માતા-પિતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે જેવું તેમના સંતાન સાથે થયું, એવું કોઈ પણ બાળક સાથે ન થાય. તેના માટે પ્રશાસન આવશ્યક પગલાં ઉઠાવે અને કાયદાકીય કાર્યવાહી કરે. તો મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રીટ ડોંગને ફીડ કરનારી મહિલાને નોટિસ મોકલી છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, તેમના દ્વારા ગેરકાયદેસર રીતે કૂતરાઓને પાળવામાં આવી રહ્યા છે, જેથી આસપાસના લોકોને પરેશાની થઈ રહી છે અને રેબીજ ફેલાવાનું જોખમ બનેલું છે. તમે વહેલી તકે કૂતરાઓનું વેક્સીનેશન કરવો નહિતર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ 5,000 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. SP સિટી નિમિષ પટેલે જણાવ્યું કે, ગાઝિયાબાદના 14 વર્ષીય માસૂમનું કૂતરા દ્વારા બચકું ભરવાથી મોત થવાની ઘટનામાં પોલીસ દ્વારા પરિવારજનોના કહેવા પર કેસ નોંધી લીધો છે. સાથે જ આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp