સોશિયલ મીડિયા પર સગીર દીકરીનો આ તે કેવો ફોટો ફરે છે! પોલીસ સ્ટેશને દોડ્યા પિતા

PC: livehindustan.com

રાજસ્થાન બાડમેરમાં 15 વર્ષીય સગીર દીકરી સાથે તેના પાડોશીએ ઘરમાં ઘૂસીને રેપ કર્યો. પછી તેની અશ્લીલ તસવીર લઈને સોશિયલ મીડિયા પર નાખી દીધી. છોકરીના પરિવારજનોને પહેલા તો આ બાબતે કોઈ જાણકારી જ નહોતી. ડરના કારણે છોકરીએ પણ તેમને કંઈ ન જણાવ્યું, પરંતુ જ્યારે પરિવારજનોએ તેની તસવીર સોશિયલ મીડિયા પર જો તો તેમના હોશ ઊડી ગયા. પરિવારજનોએ આ બાબતે છોકરી સાથે વાત કરી તો તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

તેણે પોતાની સાથે ઘટેલી આખી ઘટના પરિવારજનોને જણાવી. પરિવારજનોએ પછી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધાવી દીધો. હાલમાં આરોપી ફરાર છે. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના બાડમેર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘટના 28 જુલાઈની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સગીરના પરિવારજનોએ 30 જુલાઇના રોજ પોલીસ ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, 2 દિવસ અગાઉ પરિવારના સભ્યો ક્યાંક બહાર ગયા હતા અને સગીર દીકરી ઘરે એકલી હતી.

એ દરમિયાન સગીર દીકરીને ઘરમાં એકલી જોઈને પાડોશમાં રહેતો યુવક રાણા ખાન તેના ઘરમાં ઘૂસી ગયો. પહેલા તેણે સગીરા સાથે છેડછાડ કરી અને પછી તેની સાથે રેપ કર્યો. પરિવારજનો જ્યારે પાછા ઘરે આવ્યા તો છોકરીએ ડરના કારણે કંઈ ન કહ્યું, પરંતુ જેવી જ પરિવારજનોને જાણકારી મળી કે તેની દીકરીની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તો તેમના હોશ ઊડી ગયા. તેમણે પણ દીકરીની તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ.

જ્યારે દીકરીને આ બાબતે પૂછ્યું તો તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી અને પોતાની આપવીતી સંભળાવી. બીજરાડ પોલીસ સ્ટેશનના અધિકારી ભંવરલાલના જણાવ્યા મુજબ, પોલીસે પરિવારજનોના રિપોર્ટના આધાર પર POCSO એક્ટ સહિત ITની કલમોમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધીને સગીરાનું મેડિકલ કરાવી દીધું છે. ઘટના બાદ આરોપી ફરાર છે. પોલીસની ટીમો આરોપીની ધરપકડ કરવામા લાગી છે. કેસની તપાસ SC/ST સેલના અધિકારી અરવિંદ જાંગિડ કરી રહ્યો છે.

બીજી તરફ પોલીસ મુજબ, સગીરાની અશ્લીલ તસવીર સોશિયલ મીડિયા પર નાખવાની વાત સામે આવી છે, પરંતુ તેની અત્યારે પુષ્ટિ થઈ નથી. પોલીસ આ સંબંધમાં તપાસ કરી રહી છે. સાથે જ છોકરીની ઉંમરને લઈને પણ દસ્તાવેજ અત્યારે સામે આવ્યા નથી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ છોકરીની ઉંમરની જાણકારી મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp