1500 મહેમાનોને ખવડાવ્યું, 10 લાખનો ખર્ચો...કિન્નરે દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા

PC: aajtak.in

સામાન્ય રીતે વ્યંઢળોને સમાજમાં યોગ્ય સન્માન મળતું નથી અને તેઓને હંમેશા તિરસ્કાર અને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને સમાજમાં તે હક, અધિકાર અને સન્માન નથી મળતું, જે એક સામાન્ય પુરુષ કે સ્ત્રીને મળે છે. પરંતુ ફતેહપુર શેખાવટીમાં એક વ્યંઢે સમાજને અરીસો બતાવાય એવું એક એવું ઉદાહરણ રજૂ કર્યું, જેના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે.

હકીકતમાં, અહીં એક વ્યંઢે તેની માનેલી(મુંહબોલી) દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરાવ્યા. આટલું જ નહીં તેણે લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ, પૂનમ બાઈ નામની એક વ્યંઢળે આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને પોતાની ધર્મપુત્રી બનાવી હતી. પછી તેના લગ્નનો સમગ્ર ખર્ચ પણ ઉઠાવ્યો.

તેણે લગ્નમાં 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. 1500થી વધુ લોકો માટે પ્રીતિ ભોજનનું આયોજન કર્યું. ત્રણ દિવસ સુધી ધામધૂમથી લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. સગાઈથી લઈને મામેરું ભરવાનું સહિતની લગ્નની દરેક વિધિ કરવામાં આવી હતી. આ લગ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ લગ્નમાં કિન્નર સમાજના ઘણા લોકોએ ભાગ લીધો હતો. જ્યારે, ભત્રીજીએ તેની ફોઈ દ્વારા લગ્નમાં કરવામાં આવતી તમામ વિધિઓ કરવા બદલ દિલથી આભાર માન્યો હતો. લગ્ન બાદ કિન્નર પૂનમે વર-કન્યાને આશીર્વાદ આપ્યા અને તેમને વિદાય આપી.

મળતી માહિતી મુજબ, કિન્નર પૂનમે પોતે જ પોતાની માનેલી પુત્રી માટે વર શોધી કાઢ્યો હતો.

અહીં જણાવવામાં આવી રહ્યું છે કે, ઈન્દ્રચંદ સોનીની આ વિસ્તારમાં ચાની દુકાન છે. પૂનમ બાઈ અવારનવાર તેમની દુકાને આવતી. જ્યારે તેને ખબર પડી કે ઈન્દ્રચંદની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે અને તેની એક પુત્રી અન્નપૂર્ણા પણ છે, જેના લગ્નને લઈને તે ખૂબ જ ચિંતિત છે. તેથી પૂનમે તેને પોતાની ધર્મપુત્રી બનાવી હતી. પછી તેના માટે પોતે સંબંધ શોધવા લાગ્યા હતા.

પછી તેને અન્નપૂર્ણા માટે સંબંધ મળ્યો પણ ખરો. અન્નપૂર્ણાના સંબંધ શહેરના જ પંડિત ઉમાશકરના પુત્ર રજનીશ સાથે નક્કી થયા હતા.

તેણે પોતે તેની સગાઈ વગેરેની વિધિઓ કરી અને તેના લગ્ન કરાવ્યા. લગ્નમાં માનેલી દીકરીને લાખોના દાગીના પણ અપાયા હતા.

પૂનમ બાઈએ કહ્યું કે, ભગવાને મને માતૃત્વના સુખથી વંચિત રાખી. અમને વ્યંઢળોને પણ સામાન્ય માણસ જેવી લાગણી હોય છે. અમે પણ આ સમાજનો જ એક ભાગ છીએ. પરંતુ કમનસીબે અમને સમાજમાં તે સ્થાન મળતું નથી જેના અમે લાયક છીએ.

જ્યારે હું અન્નપૂર્ણાને મળી ત્યારે મેં મારી પુત્રીને તેનામાં જોઈ. મેં તેને મારી દીકરી માનીને તેના લગ્ન કરાવ્યા. મને એવું લાગે છે કે, જાણે મેં મારી પોતાની સગી દીકરીને પરણાવી દીધી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp