26th January selfie contest

આઝમગઢમાં હિંદુમાંથી મુસ્લિમ બનાવવાનો ખેલ, 2 મહિલા,16 પુરૂષની ધરપકડ

PC: aajtak.in

24 મેની રાત્રે આઝમગઢમાં હિન્દુઓને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જનરેટર ચલાવીને ઢોલ અને હાર્મોનિયમ વગાડીને કવ્વાલી પણ ગાવામાં આવી રહી હતી. આ સાથે મુસ્લિમ ધર્મના વખાણ કરવામાં આવી રહ્યા હતા અને હિન્દુ ધર્મની માન્યતાઓને દંભ, જુઠ્ઠાણું ગણાવવામાં આવી રહી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગેંગનો પદાર્ફાશ કરી દીધો છે.

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બુધવારે મોડી રાત્રે પોલીસે એક ધાર્મિક કાર્યક્રમમાં દરોડો પાડ્યો હતો. અહીં અનેક વાંધાજનક સામગ્રી મળી આવી છે. ઉપરાંત, કવ્વાલ અને ધર્માંતરણ રેકેટના માસ્ટરમાઇન્ડ સહિત 18 લોકો આ પ્રસંગે હાજર હતા. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. તેમની સામે અનેક કલમોમાં કેસ નોંધીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ મામલો દેવગાંવ પોલીસ સ્ટેશન હેઠળના ચિરકીહિટ ગામનો છે. પોલીસે જણાવ્યું કે ચિરકીહીટ ગામમાં લાલચ આપીને હિંદુમાંથી મુસ્લિમ બનવાની માહિતી મળી હતી. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં જઇને જોયું તે ઘણા લોકો ભેગા થયેલા હતા. ત્રિશુલ, ફૂલોની માળા અને લીલા કપડા બાંધીને મઝાર પર કવ્વાલી ગાતી વખતે તમામ લોકો તકરીર વાંચી રહ્યા હતા.

પોલીસે સ્થળે ઘેરાબંધી કરીને ધર્માંતરણ કરાવનાર બે મહિલાઓ અને 16 પુરૂષોની ધરપકડ કરી છે આરોપીએ કહ્યું કે અમને હિંદુમાંથી મુસ્લિમ બનાવવા માટે પૈસા મળે છે. આજે પણ અમે ધર્મ પરિવર્તન કરાવવા ભેગા થયા હતા. પોલીસે મોટી માત્રામાં સામાન જપ્ત કર્યો હતો. જેમાં 7 ત્રિશુલ, બે ફોટા, બે ડ્રમ, બે સાઉન્ડ મિક્સર, એક હાર્મોનિયમ, ભગોના, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, એક જનરેટર, એક ટેમ્પો ટેન્ટ, એક બુલેટ અને એક એર્ટીગા કાર મળી આવી છે.

પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં,અવધેશ, સરોજ, ઉષા દેવી, પન્નાલાલ, ફરીદ મોહમ્મદ, મોહમ્મદ શબરોઝ, રમઝાન, રશાદ, શહાબુદ્દીન, સિકંદર, હસીના, મોહમ્મદ જાવેદ, કુંદન, પરવેઝ, ઈરફાન, સાબીર અલી, આકાશ, સરોજ અને જાવેદ અહેમદનો સમાવેશ થાય છે.

આઝમગઢના SP અનુરાગ આર્યએ કહ્યું હતું કે, ચિરકિહિટ ગામમાં અવધેશ પાસીના ઘર પાસે લોકો ધર્મ પરિવર્તનનના આશયથી ભેગા થયાની માહિતી મળતા પોલીસ સાદા વેશમાં પહોંચી હતી અને પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં કન્ફર્મ થયું એટલે મોટા પાયે પોલીસ કાફલો મોકલીને 18ની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગનો માસ્ટર માઇન્ડ મેનપુરીનો સિંકદર છે જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

અવધેશે જણાવ્યું કે તે ચાર-પાંચ વર્ષથી બારાબંકી દેવા શરીફ જઈ રહ્યો હતો. ત્યાં તેની મુલાકાત સિકંદર સાથે થઈ. સિકંદર દેવા શરીફમાં વળગાડનું કામ કરતો હતો. હાલ સમગ્ર પ્રકરણની તપાસ માટે જિલ્લા કક્ષાએ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે એલઆઈયુ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્થાનિક સ્તરે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp