નવા સંસદ ભવનની ઉદઘાટન પર બબાલ વધી, કોંગ્રેસ સહિત 19 વિપક્ષની બોયકોટની જાહેરાત

PC: punjabkesari.in

કોંગ્રેસ સહિત 19 વિપક્ષ પાર્ટીઓ બુધવારે કહ્યુ કે તેઓ સંસદના નવા ભવનના ઉદઘાટન સમારોહનો સામુહિક બહિષ્કાર કરશે કારણકે આ સરકારે સંસદમાં લોકતંત્રની આત્માને જ કાઢી મુકી છે. તેઓએ સંયુક્ત નિવેદનમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉદઘાટન સમારોહમાં ઉપેક્ષા કરવી અને સંસદ ભવનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાનો નિર્ણયએ લોકશાહી પર સીધો હુમલો છે.

વિરોધ પક્ષોએ કહ્યું કે નવી સંસદનો પાયો નાખ્યો ત્યારે પણ રાષ્ટ્રપતિને દૂર રાખવામાં આવ્યા હતા અને હવે રાષ્ટ્રપતિને નવા સંસદ ભવનનાં ઉદઘાટનથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે, તે વ્યાજબી નથી. વિપક્ષે કહ્યું કે કલમ 79 મુજબ સંઘ માટે એક સંસદ હશે, જેમાં બે ગૃહો અને એક રાષ્ટ્રપતિ હશે,જેને અનુક્રમે રાજ્યોની પરિષદ અને લોકોની એસેમ્બલી તરીકે ગણવામાં આવશે.રાષ્ટ્રપતિએ ન માત્ર ભારતમાં રાજ્યોના પ્રમુખ નથી હોતા બલ્કે સંસદનું અભિન્ન અંગ પણ હોય છે, આમ છતા પ્રધાનમંત્રીએ તેમને સંસદ ભવનના ઉદઘાટનમાં ન બોલાવ્યા, આ અશોભનીય વાત છે અને રાષ્ટ્રપતિના ઉચ્ચ પદનું અપમાન છે.

નવા સંસદ ભવન અંગેનો તાજેતરનો વિવાદ એક ટ્વીટ બાદ શરૂ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બિલ્ડીંગનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. આ ટ્વીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 મેના રોજ કરી હતી. કોંગ્રેસ સહિત 19 વિરોધ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનનાં ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો છે.

19 વિરોધ પક્ષોમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનાતા દળ ( યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દળ સહિત અન્ય વિપક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના દિવસે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાના છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં એક પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે 2023ના દિવસે નવા સંસદ ભવનનું  ઉદઘાટન કરશે અને આ પ્રસંગે 60,000 શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જિવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેમણે કહ્યુ હતું કે તમિલમાં તેને સેંગોલ કહેવામાં આવે છે.જેનો અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન. તેમણે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ ઘણા લોકોને ખબર નથ કે સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવા સાંસદ ભવનમાં સેગોલને મુકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp