110 વર્ષ અગાઉ થયો હતો ભારતનો પહેલો ટ્રેન અકસ્માત, અથડાઇ હતી ટ્રેન સાથે માલગાડી

PC: hindustantimes.com

રેલગાડીની સફર આજે પણ દેશમાં સૌથી સુરક્ષિત સફરની રીત માનવામાં આવે છે, પરંતુ ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ રેલ અકસ્માતે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1100 લોકો અત્યારે ઇજાગ્રસ્ત છે. ઘટનાની CBI તપાસ શરૂ થઈ ગઈ છે, જેમાં એ સવાલોના જવાબ શોધવામાં આવશે કે કઈ રીતે માલગાડીના ટ્રેક પર પેસેન્જર ટ્રેનને ગ્રીન સિગ્નલ મળી ગયું. અકસ્માત પાછળ કોણ જવાબદાર અને સેકડો લોકોના મોત પાછળ કોની ચૂંક સામેલ છે.

જો કે, રેલ અકસ્માતોનો ઇતિહાસ જૂનો છે. વર્ષ 1981માં બિહારની બાગમતી નદી પર થયેલા ટ્રેન અકસ્માતે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. નદી પર બનેલા પુલને પાર કરતા ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ હતી અને આખી ગાડી, મુસાફરો સહિત નદીમાં સમાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 750 કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. દેશમાં રેલ અકસ્માતોનો ઇતિહાસ શોધીએ તો પહેલી વખત વર્ષ 1907માં 2 ટ્રેનોના ટકરાવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા. 24 ઓક્ટોબરની તારીખને કોટ લખપત (જએ અત્યારે પાકિસ્તાનમાં છે)માં એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે ટકરાઇ ગઈ હતી.

પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા એક ઉપર એક ચડી ગયા હતા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. રેલ દુર્ઘટનામાં લોકોના મોત થવા ગંભીર મામલો છે. સવાલ ઉઠે છે કે, ટ્રેક પર ઉપસ્થિત ગાડીની જાણકારી વિના બીજી ગાડી એ જ ટ્રેક પર કઈ રીતે આવી જાય છે? સવાલ એ છે કે તેનું સમાધાન શું છે. છેલ્લા 8 વર્ષોમાં જ 2 ટ્રેનો એક-બીજા સાથે ટકારવા 22 ઘટના આવી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે, ઘટનામાં દોષી અધિકારીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે કે કર્મચારીઓ પર કાર્યવાહી કરીને પતાવટ કરી દેવામાં આવશે.

રેલવે મુજબ, ભારતમાં રોજ 12 કરોડ કરતા વધુ લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. આ 12 કરોડ લોકો રોજ 14 હજાર ટ્રેનોની સવારી કરે છે. રેલ સુરક્ષામાં સુધાર માટે સરકારી પ્રયાસો છતા, ભારતીય રેલવેમાં દર વર્ષે ઘણી ઘટનાઓ થાય છે. મોટા ભાગની ઘટનાઓમાં માનવ ત્રુટિ કે જીના સિગ્નલિંગ ઉપકરણનો ઉપયોગ બતાવવામાં આવે છે. 1980થી લગભગ 2002 સુધી દર વર્ષે લગભગ 475 ટ્રેન ટ્રેક પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી. હાલના વર્ષોમાં રેલ સુરક્ષામાં વધારો થયો છે. ગંભીર ટ્રેન દુર્ઘટનાઓની કુલ સંખ્યા 2 દશકમાં 300 થી વર્ષ 2020માં ઘટીને 22 થઈ ગઈ. વર્ષ 2017 સુધી દર વર્ષ 100 કરતા વધુ પેસેન્જર, ટ્રેન દુર્ઘટનામાં મોતને ભેટતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp