2+2 હંમેશાં 4 નથી હોતા, PM મોદી 2024ની ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશેઃ CM શિંદે

PC: khabarchhe.com

આગામી લોકસભાની ચૂંટણીને લઇને એક હાલના સર્વેક્ષણમાં મહારાષ્ટ્રમાં પૂર્વ સત્તાધારી મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનની જીત દેખાડવામાં આવી છે. સરવેને નકારતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે. સર્વેક્ષણ સાથે જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સીધો જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે, આગામી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રેકોર્ડ ધ્વસ્ત કરી દેશે અને રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન બહુમતથી પોતાની સત્તા યથાવત રાખશે? મુઠ્ઠીભર લોકો વચ્ચે કરવામાં આવેલું સર્વેક્ષણ યોગ્ય તસવીર પ્રસ્તુત કરતું નથી. તેમણે હાલમાં જ સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોને નજરઅંદાજ કરી દીધા, જેમાં બાલાસાહેબચી શિવસેના (શિંદેની આગેવાનીવાળો કેમ્પ) અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું કે, બે પ્લસ બે હંમેશાં ચાર હોતા નથી. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પાડવાથી લઇને શિંદે અને 39 ધારાસભ્યોના સંદર્ભમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે છળ અને પાર્ટી બદલવાથી શિવસેના અને મહારાષ્ટ્રની બદનામી થઇ છે. તેના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે, અમે પોતાના કામથી જવાબ આપીશુ. જો તમે 2 આરોપ લગાવશો તો અમે 4 ચાર કામ કરીશું. એ અમારો જવાબ હશે. લોકોની રુચિ આરોપ-પ્રત્યારોપમાં નથી.

એકનાથ શિંદે અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘જો આજે લોકસભાની ચૂંટણી થાય છે તો મહાવિકાસ અઘડી કુલ 48 સીટોમાંથી 34 સીટો જીતીને શિંદે-ફડણવીસ ગઠબંધનને હરાવી દેશે. ઉદ્ધવ ઠાકરેએ ઇન્ડિયા ટૂડે C વૉટરના મૂડ ઓફ ધ નેશન પોલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે MVA વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 40 સીટો જીતશે.’ ઉદ્ધવ ઠાકરેને નેતૃત્વવાળી MVA સરકાર એકનાથ શિંદેના બળવા બાદ પડી ગઇ હતી.

આ ગઠબંધનમાં ઉદ્ધવ સેના સિવાય કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. ઉદ્ધવના નેતૃત્વવાળી સરકારને પડ્યા બાદ જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં એક સરવે થયો હતો તો MVAના પક્ષમાં 30 સીટો ગઇ હતી, પરંતુ હવે આ સંખ્યા વધી છે. UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, તો ‘મૂડ ઓફ નેશન સરવે’ સાબિત કરે છે કે મહારાષ્ટ્રના લોકોએ ગદ્દારો અને ગેરકાયદેસર પગલાંના સુત્રાધાર ભાજપ પ્રત્યે દયા દેખાડી નથી. સરવે મુજબ, સૌથી લોકપ્રિયા મંત્રીઓની લિસ્ટમાં પણ એકનાથ શિંદે 8માં નંબર પર છે. સરવે મુજબ માત્ર 2.2 ટકા લોકો તેમના પક્ષમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp