5000 નોકરી માટે 2 બિલિયન ડૉલરનો ખર્ચ,કોંગ્રેસે USA કંપનીના રોકાણ પર ઉઠાવ્યા સવાલ

PC: bheldailynews.com

અમેરિકાની ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની માઈક્રોન ટેક્નોલોજીએ થોડા સમય પહેલા ગુજરાતમાં રોકાણની જાહેરાત કરી હતી. આને USAની કંપની માઈક્રોનનું ભારતમાં પ્રથમ રોકાણ ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ રોકાણ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

માઈક્રોન સેમિકન્ડક્ટર ટેસ્ટ અને એસેમ્બલી પ્લાન્ટ પર 825 મિલિયન ડૉલરનું રોકાણ કરશે, બાકીનું ભંડોળ સરકાર આપશે. PM નરેન્દ્ર મોદીએ USAની આ કંપનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. PM નરેન્દ્ર મોદીએ એપ્લાઇડ મટિરિયલ્સને પણ પ્રોસેસ ટેક્નોલોજી અને અદ્યતન પેકેજિંગ ક્ષમતાઓના વિકાસ માટે ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતેનું કહેવું છે કે, PM નરેન્દ્ર મોદી USA પ્રવાસ માટે રવાના થાય તે પહેલાં, અમેરિકન કોમ્પ્યુટર ચિપ નિર્માતા માઈક્રોન ટેક્નોલોજિસે ગુજરાતમાં કુલ 2.75 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી દીધી હતી.

તેમણે ટ્વીટ કર્યું કે, માઈક્રોન કોમ્પ્યુટર ચિપ્સનું ઉત્પાદન કરતું નથી, પરંતુ તેને એસેમ્બલ કરે છે. આ 2.75 બિલિયન ડૉલરના રોકાણમાંથી 50 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 20 ટકા ગુજરાત સરકાર તરફથી હશે. આનો અર્થ એ થયો કે 2.75 બિલિયન ડૉલરમાંથી, માઈક્રોન માત્ર 825 મિલિયન ડૉલરનું રોકાણ કરશે. આ રીતે, કુલ રોકાણના 70 ટકા (આશરે બે અબજ ડોલર) કરદાતાઓ દ્વારા વહન કરવામાં આવશે. તેનાથી ફક્ત 5000 નોકરીઓનું સર્જન થશે. આ રીતે આપણે ફક્ત 5000 નોકરીઓ માટે લગભગ બે અબજ ડોલરનું રોકાણ કરી રહ્યા છીએ. મતલબ એ છે કે દરેક કામ પર ચાર લાખ ડોલર એટલે કે દરેક કામ પર 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ. શું અર્થશાસ્ત્રમાં તેનો કોઈ અર્થ છે ખરો?

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. આ રોકાણ 2.75 બિલિયન ડોલરનું હોવાનું કહેવાય છે. આ પ્લાન્ટને કેન્દ્રની ATMP યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp