દરોડા પડ્યા તો પાડોશીની ટેરેસ પર 2 કરોડ ફેંકી દીધા, સરકારી અધિકારી પકડાયો

PC: odishabytes.com

ઓડિશાના ભુવનેશ્વરમાં એક સરકારી અધિકારીના ઘર પર ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા પાડવામાં આવેલા દરોડાથી એક વિચિત્ર દ્રશ્ય સામે આવ્યું હતું. વિજીલન્સ અધિકારીને જોઇને કરોડો રૂપિયા પડોશીના ટેરેસ પર ફેંકી દીધા હતા.

ઓડિશાનીરાજધાની ભુવનેશ્વરના શહેરના કાનન વિહાર ખાતે હાલમાં નબરંગપુર જિલ્લામાં વધારાના સબ-કલેક્ટર તરીકે પોસ્ટ કરાયેલા ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) ઓફિસર પ્રશાંત કુમાર રાઉતનો દરવાજો ખટખટાવ્યો ત્યારે હાઇ ડ્રામા સર્જાયો હતો. જ્યારે દરોડો પાડવામાં આવ્યો હતો પડોશીના ટેરેસ પર છ કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવેલી લગભગ 2 કરોડ રૂપિયાની રોકડ ફેંકી દીધી. જો કે, ગેરકાયદે નાણા બચાવવાની તેમની યોજના ફળી ન હતી કારણ કે કેટલાક સતર્ક વિજિલન્સ અધિકારીઓએ એ જોઇ લીધું હતું અને રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. રાઉતેઓડિશા વિજિલેંસની ટીમો માં વધારાના એસપી, 7 ડિપ્ટી એસપી, 8 ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારીઓ સામેલ છે,જેઓ ભુવનેશ્વર, નબરંગપુર અને ભદ્રક સ્થળ પર એક સાથે દરોડા પાડ્યા છે.

ઓડિશામાં એક સરકારી અધિકારી રંગે હાથે ઝડપાયો છે. તેના ઘરેથી 2 કરોડ રૂપિયા મળી આવ્યા છે. રાજ્યના વિજીલન્સ વિભાગના અધિકારીઓએ શુક્રવારે સવારે તેને 500 રૂપિયાની નોટોના બંડલ સાથે પકડી પાડ્યો હતો. પોતાને બચાવવા માટે, અધિકારી તેના પાડોશીના ઘરની છત પર પૈસા ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નબરંગપુર જિલ્લાના અધિક ઉપ-કલેક્ટર તરીકે નિયુક્ત પ્રશાંત રાઉત વહેલી સવારના દરોડા દરમિયાન ભુવનેશ્વરમાં બે માળના મકાનમાંથી તેના પાડોશીના ટેરેસ પર ચલણી નોટો ફેંકતા રંગે હાથે ઝડપાયો હતો.

અધિકારીઓએ કહ્યું કે પડોશીની ટેરેસ પરથી 6 બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રશાંત રાઉતે તાજેતરમાં જ 2000ની નોટોના બદલામાં 500 રૂપિયાના બંડલ મેળવ્યા હતા. અધિકારીઓએ ક્હયું કે, અત્યાર સુધીમાં અમને 2 કરોડ રૂપિયાની રોકડ મળી છે અને વધારે રકમ મળવાની સંભાવના છે.

પ્રશાંત રાઉત કથિત રીતે નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના સરકારી જમીનમાંથી ખોદકામની મંજૂરી આપીને જિલ્લામાં પથ્થર ખનન માફિયાઓ પાસેથી કથિત રીતે નાણાંની કમાણી કરી હતી. ઓડિશા વિજિલન્સ ટીમમાં બે એડિશનલ એસપી, 7 ડેપ્યુટી એસપી, 8 ઈન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ નવ ટીમો એક સાથે ભુવનેશ્વર, નબરંગપુર અને ભદ્રકમાં નવ સ્થળોએ દરોડા પાડી રહી છે. રાઉત સામે ભ્રષ્ટાચાર અને લાંચના અનેક આરોપો અને ફરિયાદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp