2 KG સોનું, ચાંદીના પલંગ-સોફા અને...ઉદ્યોગપતિએ રાજકુમારીની જેમ દીકરીને વિદાય આપી
આ દિવસોમાં રાજસ્થાનમાં એક શાહી લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. અહીં એક વેપારીએ તેની પુત્રીને 2 કિલો સોનું અને 100 કિલો ચાંદીના ઘરેણાં અને વસ્તુઓ ભેટમાં આપી હતી. તેમાં ચાંદીના વાસણો અને સિલ્વર બેડ, સોફા-સેટ અને ડાઇનિંગ ટેબલનો સમાવેશ થાય છે. આટલું જ નહીં ઉદ્યોગપતિ પિતાએ દીકરીને કરોડો રૂપિયાની અન્ય વસ્તુઓ પણ આપી છે, જેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉદ્યોગપતિ મહેન્દ્રસિંહ સેવાડની પુત્રીના શાહી લગ્ન...
વાસ્તવમાં, ઉદ્યોગપતિ મહેન્દ્ર સિંહ સેવાડ (રાજપુરોહિત)એ પાલીના જૈતરન વિસ્તારના મોહરાઈ ગામમાં પોતાની પુત્રી વંશિકાના લગ્નનું આયોજન કર્યું હતું. વરરાજા કુલદીપ સિંહ જગરવાલ પણ એક બિઝનેસમેન છે, જે ભેસાણા ગામનો રહેવાસી છે. તેમના પિતાનું નામ લક્ષ્મણ સિંહ જગરવાલ છે. મોહરાઈથી લગભગ 5 કિમી દૂર એક રિસોર્ટમાં જાનૈયાઓ માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ સેવાડનો બેંગ્લોરમાં પ્રોપર્ટીનો બિઝનેસ છે. ઉપરાંત, પાઈપોનું ઉત્પાદન કરતી ઘણી ફેક્ટરીઓ છે. હાલમાં તે રાજસ્થાનના મોહરાઈ ગામમાં રહે છે. મહેન્દ્ર સિંહે મીડિયાને જણાવ્યું કે, તેઓ તેમની પુત્રી વંશિકાના લગ્નને યાદગાર બનાવવા માગે છે. તેથી તેણે પિતા બાબુ સિંહ રાજપુરોહિત, મોટા ભાઈ ધગલ સિંહ સાથે પણ આ અંગે વાત કરી. બધાની સંમતિ પછી આરીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમની પુત્રી વંશિકાની વિદાય વખતે મહેન્દ્રસિંહે લાખો રૂપિયાની રોકડ ફેંકીને નોટોનો વરસાદ કર્યો હતો.
આ લગ્નમાં ઉદ્યોગપતિ મહેન્દ્ર સિંહે તેમની પુત્રીને 2 કિલો સોનાના ઘરેણા, 100 કિલો ચાંદીના ઘરેણા, ફર્નિચર અને વાસણો, SUV કાર અને બંગલો ભેટમાં આપ્યો છે. તેમાં ચાંદીના વાસણો, સિલ્વર બેડ સોફા-સેટ અને ડાઇનિંગ ટેબલનો સમાવેશ થાય છે.
આ સાથે અન્ય 3 કિલો વજનના સોનાના ઘરેણા પણ પુત્રીને માથાથી પગ સુધી પહેરવા માટે આપવામાં આવ્યા હતા. આ સાથે એક SUV-700 કાર, સ્કૂટી, બેંગલુરુમાં 12 હજાર ચોરસ ફૂટની ફેક્ટરી, 30×40 પ્લોટ, પાલીના હાઉસિંગ બોર્ડમાં 2 વીઘા જમીન અને એક કરોડ 8 લાખની FD આપવામાં આવી છે.
જાનમાં આવેલા જાનૈયાઓનું સ્વાગત મોહરાઈથી લગભગ 10 કિલોમીટર પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. રિસેપ્શન દરમિયાન વરરાજાને હાથી પર બેસાડવામાં આવ્યો હતો. જાનૈયાઓને ઘોડા, ઊંટ, બગીઓથી શણગારેલી બળદગાડી અને વિન્ટેજ કારમાં બેસાડીને સમોખીથી મોહરાઈ સુધી લઈ જવામાં આવ્યા હતા. આ શાહી શોભાયાત્રાને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 5 થી 10 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં શરણાઈ વગાડવામાં આવી હતી. જયપુર, પંજાબ અને નાસિકથી બેન્ડ અને કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp