70,000ની બાઈકનું કપાયું 2 લાખનું ચલણ!! 6 મહિના બાદ માલિકને પડી ખબર પછી...

PC: news18.com

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ટ્રાફિક પોલીસે 70 હજારની બાઈકનું 2 લાખ રૂપિયાનું ચલણ કાપી દીધું. છ મહિના પછી માલિકને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેના હોંશ ઉડી ગયા. બાઈક માલિક જ્યારે એક મહિના પહેલા બાઈકને વેચવા એજન્સી પાસે ગયો તો તેને 2 લાખ રૂપિયાનો દંડ ભરવા કહેવામાં આવ્યું. બાઈક ચાલક એક કારપેન્ટર છે અને બુલંદશહરનો રહેવાસી છે. બાઈકના માલિકે ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી દંડમાં સુધાર કરવાની ફરિયાદ કરી. ટ્રાફિક પોલીસે તપાસ કરી અને દંડની રાશિ ઘટાડી દીધી.

જણાવીએ કે, પાછલા ઘણાં મહિનાઓથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેની અમુક લેઇન્સમાં ટુવ્હીલર અને રીક્ષા જેવા વાહનો લઇ જવાની મનાઇ છે. ટ્રાફિક પોલીસે આને લીધે હવે ટુવ્હીલર અને થ્રીવ્હીલર વાહન ચાલકોને દંડ લગાવવાનું શરૂ કરી દીધું છે. આ દંડની રકમ 20 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કેસમાં પણ 20 હજાર રૂપિયાનું જ ચલણ કાપવામાં આવ્યું હતું, પણ પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે આ રકમ 2 લાખ રૂપિયા થઇ ગઇ.

ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે બાઈક અને સ્કૂટરોનું રોંગ સાઇડ અને ઓવર સ્પીડને લીધે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સતત અકસ્માતો બની રહ્યા છે. જેને લઇ હવે કડક પગલા લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ગાઝિયાબાદના એડીસીપી ટ્રાફિક રામાનંદ કુશવાહાનું કહેવું છે કે, પ્રીન્ટિંગની ભૂલને કારણે 2 લાખ રૂપિયાનું ચલણ કપાયું હતું. હવે તેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે અને બાઈક માલિકને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે. આ ગાડીનું 20 હજાર રૂપિયાનો ચલણ કાપવાનું હતું. જે ભૂલથી 2 લાખ રૂપિયા થઇ ગયું.

આ એક્સપ્રેસવે પર હવે ટુવ્હીલર ચાલકો પાસેથી 20 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવી રહ્યો છે. જોકે મોટર વ્હીકલ એક્ટ હેઠળ એકસાથે 20000નું ચલણ કાપવાની કોઇ જોગવાઇ નથી. પણ ગાઝિયાબાદ પોલીસ કમિશ્નરેટ બની ગયા પછી આવો નિયમ બનાવાયો છએ. સ્થાનિક તંત્ર કે જિલ્લા મજિસ્ટ્રેટ જરૂરતના હિસાબે કોઈપણ નિયમને લાગૂ કરવા માટે સ્વતંત્ર છે. સ્થાનિક તંત્ર દંડની રકમને નક્કી કરી શકે છે. અહીં થઇ રહેલા સતત અકસ્માતોને કારણે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. એટલે જ ગાઝિયાબાદ જિલ્લા તંત્ર અને NAHIએ દંડની રકમ 5000થી વધારીને 20,000 કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp