ચલણ ફાડતા 2 ટ્રાફિક પોલીસકર્મીએ સરકારને સવા 3 કરોડનો આ રીતે ચૂનો લગાવ્યો

PC: jagran.com

પોલીસ વિભાગમાં સારો પગાર મળવા છતા કેટલાંક કર્મચારીઓને ભ્રષ્ટાચાર જાણે કોઠે પડી ગયો છે. હરિયાણામાં ટ્રાફીક નિયમનો ભંગ પેટે જે રકમ ઉઘરાવવામાં આવી હતી તેમાં થી 3 કરોડની રકમ બે પોલીસ કર્મીઓ ચ્યાઉં કરી હયા હતા.

હરિયાણાના પલ્લવમાં ટ્રાફીક પોલીસ સરકારને સવા 3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, આ વાત ત્યારે સામે આવી જ્યારે SPએ વાહનોના દંડની રસીદની વિગત મંગાવી હતી. જ્યારે રસીદ તપાસમાં આવી ત્યારે ચલણમાં નોંધેલી રકમ અને બેંકમાં જમા કરવામાં આવેલી રકમમાં મોટું અંતર જણાયું હતું. એ પછી SP લોકેન્દ્ર સિંહે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ કરી તો ખબર પડી કે સવા 3 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. આ મામલે એક હવલદારની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે ઇ ચલણ વિન્ડો પર તૈનાત પોલીસ કર્મીઓએ કુલ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયા ગજવે ઘાલી દીધા છે. ઉપરાંત જૂન 2020માં જુદી જુદી પોલીસ ચોકીમાં ઇ મશીન દ્રારા ફાડવામાં આવેલી રસીદની કુલ રકમ 138500 રૂપિયાની રકમ બેંકોમાં જમા કરવામાં નહોતી આવી. એ જ રીતે ઓક્ટોબર મહિનામાં 139000 રૂપિયા બેંકમાં જમા નહોતા કરાવ્યા. પોલીસનું માનવું છે કે બોગસ ચલણો બનાવીને રૂપિયા હડપી લીધા હોવાની શંકા છે, કારણે રસીદની રકમ અને બેંકમાં જમા થયેલી રકમનો મેળ ખાતો નથી.

DSPએ કહ્યુ કે આ ઉપરાંત EHC ઓમબીરની તૈનાતીના સમયે ઓગસ્ટ 20221થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં ચલણ વિભાગમાંથી 14 લાખ 76000 રૂપિયા મળ્યા હતા, જેમાંથી બેંકમાં 14500 રૂપિયા ઓછા જમા કરાવાયા હતા.તો ઓક્ટોબર મહિનામાં 1418900 રૂપિયા મળ્યા હતા, પરંતુ બેંકમં 1800 રૂપિયા વઘારે જમા થયા હતા. તપાસમાં ખબર પડી છે કે હવલદાર જનકની તૈનાતી વખતે કુલ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયા સરકારી ખાતામાં જમા જ નહોતા કરાવ્યા.

DSP મોરેએ કહ્યું કે હવલદાર જનક અને ઓમબીર બંને પોલીસ કર્મીઓએ નિયમોની જાણકારી હોવા છતા પોતાના પદનો દુરપયોગ કર્યો હતો અને 3 કરોજ જેટલી મોટી રકમ બેંકોમાં જમા કરવાને બદલે પોતાના વ્યકિગત કામમાં વાપરી હતી અને એ રીતે સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. બંને પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી જનકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જનકને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન 3 કરોડની રકમ વસુલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp