આઠમું ધોરણ ભણેલા શ્રમિકના ખાતામાં આવી ગયા 200 કરોડ રૂપિયા, શું થયું?

PC: aajtak.in

હરિયાણાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક મજૂરના બેંક ખાતામાં 200 કરોડ રૂપિયાની રકમ જમા થઇ ગઇ છે અને મજૂર અને તેના પરિવારને એ વિશે કોઇ જાણકારી નહોતી, પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશની પોલીસ પુછપરછ માટે આવી કે 200 કરોડના ટ્રાન્ઝેકશનના રૂપિયા ક્યાંથી આવ્યા? ત્યારે શ્રમિક પરિવારના લોકો ડઘાઇ ગયા હતા. અત્યારે બેંકે આ ખાતું ફ્રિજ કરી દીધું છે અને હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે એ રૂપિયા કોના છે.

આઠમું પાસ શ્રમિકનાના બેંક ખાતામાં 200 કરોડ રૂપિયા આવ્યા છે. બેંક ખાતામાં પૈસા આવવાની માહિતી મળતા જ શ્રમિકના હોશ ઉડી ગયા હતા. તેનો આખો પરિવાર પણ આશ્ચર્યચકિત છે. તેઓ જાણતા નથી કે તેમના બેંક ખાતામાં આટલી રકમ કોણે અને શા માટે જમા કરાવી છે. મજૂર અને તેનો પરિવાર ગભરાટમાં છે. તેઓ કહે છે કે કોઈ મોટી છેતરપિંડી કરી રહ્યું છે. પરિવારે પોલીસને સુરક્ષાની અપીલ કરી છે.

બેંક ખાતામાં 200 કરોડ રૂપિયા આવ્યા હોવાની જાણ થતા શ્રમિકે ટ્વીટ કરીને PM, CM, DGP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગેની માહિતી આપી છે. ઉપરાંત ઓનલાઈન FIR દાખલ કરીને તે પોલીસ અધિકારીઓને મેઇલ કરી દીધી છે. જિલ્લા પોલીસ આ બાબતે કંઈપણ જણાવવાનું ટાળી રહી છે. મામલો હરિયાણાના ચરખી દાદરી જિલ્લાનો છે.

દાદરી જિલ્લાના બેરલા ગામનો રહેવાસી વિક્રમ મજૂરી કામ કરે છે. ઉત્તર પ્રદેશ પોલીસ તેના ઘરે પહોંચી અને તેની પૂછપરછ શરૂ કરી. પોલીસે વિક્રમને જણાવ્યું કે તેના યશ બેંક ખાતામાં 200 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે, આ પૈસા ક્યાંથી આવ્યા? પોલીસની વાત સાંભળીને વિક્રમ અને તેનો પરિવાર હેબતાઇ ગયા હતા. વિક્રમ અને તેના પરિવારના જણાવ્યા મુજબ યશ બેંક ખાતામાં જે રકમ જમા થઇ છે તે ખાતું બેંકે ફિજ કરી દીધું છે.

જાણવા મળેલા માહિતી મુજબ આશ્ચર્યજનક વાત એ પણ છે કે આ ખાતામાં જેટલા પણ ટ્રાન્ઝેકશન થયા છે એ ટ્રાન્ઝેકશનની રકમના બધા આંકડા 9 છે.

બેરલાનો રહેવાસી વિક્રમ 8મી પાસ છે અને તે પટૌદી વિસ્તારમાં એક્સપ્રેસ 20 નામની કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો. કંપનીએ કર્મચારીઓના ખાતા યસ બેંકમાં ખોલાવ્યા હતા એટલે વિક્રમનું પણ યસ બેંકમાં ખાતું હતું. જો કે વિક્મને માત્ર 17 જ દિવસમાં કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

DSP અશોક કુમારે આ બાબતે મૌન સેવી લીધું છે અને બેંક કમર્ચારીના માધ્યમથી સૂચના મોકલી હતી કે આ 200 કરોડની રકમ વિશે તેઓ કશું કહી શકે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp