બ્રિટિશ મ્યુઝીયમમાંથી સોના-હીરા સહિતની 2000 કલાકૃતિઓની ચોરી,અબજોમાં કિંમત

PC: ndtv.com

બ્રિટિશ મ્યુઝીયમમાંથી ગોલ્ડ અને ડાયમંડ સહિતની અત્યંત કિંમતી કલાકૃતિઓની ચોરી થઇ ગઇ છે. તે પણ એક બે નહીં 2000 કલાકૃતિઓની ચોરી કરવામાં આવી છે.આ બ્રિટિશ મ્યુઝીમની સુરક્ષાની મોટી ખામી સામે આવી છે.

દુનિયાભરમાં મશહૂર લંડનના બ્રિટિશ મ્યુઝીયમમાં લાંબા સમયથી સોનાના ઘરેણાં અને ડાયમંડ સહિત લગભગ 2000 જેટલી કલાકૃતિઓની ચોરી થઇ ગઇ છે. જેને પાછા મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લાખો પાઉન્ડની લગભગ 2000 જેટલી કલાકૃતિઓ બ્રિટિશ મ્યુઝીયમના એક વરિષ્ઠ ક્યૂરેટર ચોરી કરી લીધી હતી. મ્યૂઝિયમે તાજેતરમાં જાણકારી આપી હતી કે કલાકૃતિઓની ચોરી થઇ છે અને સ્ટાફના એક માણસને કાઢી મુકવામાં આવ્યો છે.

CNNના એક રિપોર્ટ મુજબ બ્રિટશ મ્યુઝીયમના અધ્યક્ષ જ્યોર્જઓસબોર્ને કહ્યું કે મ્યુઝીયમમાંની વસ્તુઓ ફરી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યો છે, જે ચોરી લેવામાં આવી હતી અને Online વેચી દેવામાં આવી હતી. ઓસ્બોર્નની ટિપ્પણીઓ એવા ખુલાસા પછી સામે આવી હતી કે મ્યુઝીયમ ચેતવણીઓનું ધ્યાન રાખવામાં નિષ્ફળ ગયું હતું કે તેના સંગ્રહમાંથી વસ્તુઓ કથિત રીતે ઓનલાઈન વેચાણ માટે ઓફર કરવામાં આવી રહી હતી. એ પહેલા ચોરી કરવામાં આવેલી કલાકૃતિઓની સંખ્યા સ્પષ્ટ નહોતી.

બ્રિટિશ મ્યુઝિયમે કહ્યું હતું કે ગુમ થયેલી મોટાભાગની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખવામા આવેલા સ્મોલ પીસીસ હતા. તેમાં 15મી સદી BCથી 19મી સદી AD સુધીના સોનાના આભૂષણો, કિંમતી ડાયમંડ અને કાચના વાસણોનો સમાવેશ થાય છે. આમાંની કોઈપણ આઇટમ તાજેતરમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવી ન હતી.

બ્રિટિશ મ્યુઝિયમના અધ્યક્ષ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે લગભગ 2,000 કલાકૃતિઓ ગુમ થઈ ગઈ હતી, જેમાંથી કેટલીક પહેલાથી જ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. ઓસ્બોર્ને કહ્યું કે 'અમે ઘણા પ્રમાણિક લોકો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ, જેઓ ચોરાયેલી વસ્તુઓ પરત કરશે, અન્ય કદાચ નહીં કરે. એવું માનવામાં આવી રહ્યુ છે કે બ્રિટિશ મ્યુઝીયમમાંથી ચોરીનું કૌભાંડ 2021થી છે. જ્યારે એક ડેનિશ આર્ટ ડીલરે બ્રિટશ મ્યુઝીયમનો સંપર્ક કરીને કહ્યું હતું કે મ્યુઝીયમની અનેક કલાકૃતિઓ તેણે Online વેચાણ માટે જોઇ હતી.ઓસબોર્ને કહ્યું કે બ્રિટિશ મ્યુઝીયમે શરૂઆતમાં તપાસ પુરી કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસ અધુરી જણાઇ હતી. ઓસબોર્ને કહ્યું કે અમારે સ્પષ્ટ રીતે સુરક્ષામાં સુધારો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp