દુકાનદારે મહિલાએ આપેલી 2000ની લેવાની ના પાડી, કારણ જાણીને તમે હસી હસીને થાકી જશો

PC: millenniumpost.in

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ જ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તો કેટલીક વખત 2000 રૂપિયા આપવાના ચક્કરમાં દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઝઘડાના કિસ્સા પણ વાયરલ થઈ રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વૉટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે, જેને વાંચીને તમે પણ પોતાની જાતને હસતા નહીં રોકી શકો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ એમાં એવું શું લખેલું છે. દુકાનદારે મહિલાની 2000ની નોટ લેવાની શા માટે ના પાડી દીધી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટ મુજબ એક મહિલા દુકાન પર સામાન લેવા ગઈ હતી. દુકાનને સામાન લીધા બાદ જ્યારે તેણે 2000ની નોટ આપી તો દુકાનદારે તેને લેવાની ના પાડી દીધી. આ વાતને લઈને બંને વચ્ચે બહેસ થવા લાગી. ત્યારબાદ મહિલાએ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ દેખાડી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2000ની નોટ ચલણથી બહાર થઈ છે, પરંતુ તેને બેંકમાં બદલી શકાય છે. જ્યારે મહિલા 2000ની નોટ પર બહેસ કરવા લાગી તો દુકાનદારે કારણ જણાવ્યું.

દુકાનદારે કહ્યું કે, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ તમારી નોટ ફાટેલી છે એટલે હું તમારી નોટ નહીં લઈ શકું. એવામાં મહિલા UPI પેમેન્ટ કરીને પાછી જતી રહે છે. વૉટ્સએપ ચેટનો આ સ્ક્રીનશોટ વાયરલ થયો તો લોકો મજેદાર કમેન્ટ કરવા લાગ્યા. ટ્વીટર પર સ્ક્રીનશૉટને @deefordaddy નામના યુઝરે શેર કર્યો છે. આ વૉટ્સએપ ચેટ સાથે લખવામાં આવ્યું કે, દેવીઓ અને સજ્જનો, મારી સખીને મળો. કેટલાક લોકોએ લખ્યું કે, તમારી સખી ખૂબ ક્યૂટ છે તો કેટલાક લોકોએ માત્ર હસનારી ઇમોજી બનાવી. આ વાયરલ સ્ક્રીનશૉટને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો હેઠળ 23 મેથી આખા દેશની બેન્કોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રિઝર્વ બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટો બદલાવ માટે કોઈ ફોર્મ કે ID પ્રૂફની જરૂરિયાત નહીં હોય. એક વખતમાં તમે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp