ચૂંટણી સફળતાઓના હિસાબે BJP માટે સારું રહ્યું 2022, 2023માં આ પડકાર હશે સામે

PC: outlookindia.com

ચૂંટણી સફળતાઓના હિસાબે જોવા જઇએ તો ભાજપ માટે વર્ષ 2022 ખૂબ શાનદાર રહ્યું. પાર્ટીને જ્યાં પોતાના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં ઐતિહાસિક જીત મળી છે, તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરીથી શાનદાર બહુમત સાથે સરકાર બનાવીને ભાજપે આ રાજ્યોમાં પણ રાજનૈતિક જીતના નવા રેકોર્ડ બનાવ્યા. ગોવામાં પણ ભાજપ ફરી સરકાર બનાવવામાં સફળ રહી. હવે વર્ષ 2023 ભાજપ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે કેમ કે આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2024ની લોકસભાં ચૂંટણીની દિશા અને દશા નક્કી કરશે.

વર્ષ 2023માં રાજસ્થાન છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને જમ્મુ કાશ્મીર સહિત કુલ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્તમાનમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનારી ભાજપ રાજસ્થાનમાં અશોક ગેહલોતને અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલને હરાવીને ગાંધી પરિવાર અને કોંગ્રેસ બંનેને ઝટકો આપવા માગે છે કેમ કે આ બંનેને જ નેતા ગાંધી પરિવારના ખૂબ નજીકના માનવામાં આવે છે.

આ વર્ષે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ બે રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેની સીધી સ્પર્ધા કોંગ્રેસ સાથે થવાની છે. ભાજપ સામે પોતાના મજબૂત કિલ્લા મધ્ય પ્રદેશમાં સત્તા બચાવવા અને દક્ષિણ ભારતના એક માત્ર રાજ્ય કર્ણાટકમાં ફરીથી સરકાર બનાવવાનો પડકાર હશે. ભાજપે આ બંને રાજ્યો માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી થાય તેવી સંભાવના છે.

આ ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્ત્વની રહેવાની છે. જમ્મુમાં પહેલાથી જ ભાજપ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ પાર્ટી આ વખત કાશ્મીર વેલીમાં મજબૂત ઉપસ્થિતિ નોંધવવા માટે એડીચોટીનું જોર લગાવશે. કલમ 370 સમાપ્ત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ભાજપનું સારું પ્રદર્શન તેના રાજનૈતિક વિરોધીઓને બેકફૂટ પર લઇ જશે. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. ત્રિપુરામાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. ચૂંટણી રાજનીતિ હેઠળ ત્રિપુરામાં પણ ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે.

સંભાવના છે કે વર્ષની શરૂઆતમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણી સુધી કરી દેવામાં આવે. વર્ષ 2023માં થનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બનાવવા અને જમીની સ્તર પર ઉતારવાની રીતની સમીક્ષા ભાજપનું હાઇકમાન સમય-સમય પર દિલ્હી અને આ રાજ્યોની રાજધાનીઓ પર જઇને કરશે. આ બેઠકોની કમાન મુખ્ય રીતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષના હાથોમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp