મંત્રીના કાફલા પર થયેલા હુમલામાં બંગાળ પોલીસે BJPના જ 22 કાર્યકર્તાઓની કરી ધરપકડ

PC: indiatoday.in

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિકના કાફલા પર થયેલા હુમલાને લઈને બંગાળ પોલીસે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ 22 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તેને લઈને ભાજપના નેતા ગુસ્સે ભરાયા છે. ભાજપનો આરોપ છે કે, તપાસને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ(TMC) પ્રભાવિત કરી રહી છે. તો તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે, એવો કોઈ હુમલો થયો જ નથી અને આ ઘટના ભાજપ તરફથી રચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે કાફલા પર હુમલો કરનારા લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર તરફથી સખત કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

સી.વી. આનંદ બોઝની ફટકારના થોડા કલાકો બાદ જ આ ધરપકડ કરવામાં આવી છે. કૂચબિહારના પોલીસ સુપરિટેન્ડેન્ટ સુમિત કુમાર સાથે મંગળવારે સંપર્ક ન થઈ શક્યો. જો કે, જિલ્લા પોલીસના એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરત પર જણાવ્યું કે, સાહેબગંજ અને દિનહાટા પોલીસ સ્ટેશનોમાં 3 કેસોને લઈને ફરિયાદો નોંધાઈ છે. તેમાં લગભગ 50 લોકોના નામ છે. તો બંગાળ ભાજપના ચીફ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, આ કેસોમાં શંકાસ્પદોના રૂપમાં નામિત લોકોમાં ઘણા જિલ્લાના ભાજપ નેતા સામેલ છે.

તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, બંગાળ પોલીસ તૃણમૂલ કોંગ્રેસની ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જે પોતાનું ઋણ સારી રીતે ચૂકવી રહી છે. પોલીસ પર કોઈ પણ સત્તાધારી પાર્ટી દ્વારા દેખાડવામાં આવેલા માર્ગને ભટકાવવાનો આરોપ નહીં લગાવી શકે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિનહાટા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકોની ફરિયાદના આધાર પર કેસ નોંધવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે, કેટલાક બદમાશોએ તેમના ઘરોમાં તોડફોડ કરી. બંગાળ ભાજપના અધ્યક્ષ સૂકાંત મજૂમદાર મંગળવરે કૂચબિહાર પહોંચ્યા હતા.

તેમણે અહીં પ્રામાણિક મુલાકાત કરી. બંને નેતાઓએ પાર્ટીના એ સભ્યોના ઘરોની મુલાકાત પણ લીધી, જેમની સંપત્તિઓને ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કથિત રીતે લૂંટી લીધી. બીજી તરફ જિલ્લા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ આરોપ લગાવ્યો છે કે, તેમના ઘણા પાર્ટી કાર્યાલયોને ભાજપના કાર્યકર્તાઓએ ક્ષતિગ્રસ્ત કરી દીધા છે. રાજ્યપાલ બોઝે પ્રામાણિક પર હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે, તે બગડતી કાયદા વ્યવસ્થાને લઈને મૂક દર્શન નહીં બન્યા રહે. તેમણે રાજ્ય સરકાર પાસે આ સંબંધમાં કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp