નેપાળમાં 24 ભારતીયો ભીખ માગતા ઝડપાયા, ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનું કહી...

નેપાળથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નાના નાના બાળકોની સાથે નેપાળની સડકો પર ભીખ માગતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોને આધારે 24 ભારતીયો નેપાળ પહોંચ્યા હતા અને જાહેરમાં ભીખ માંગતા હતા. પોલીસના ધ્યાન પર આ વાત આવતા તમામની ધરપકડ કરીને પછી ભારત પાછા મોકલી આપવામા આવ્યા છે. આ તમામ 24 લોકો નેપાળમાં પણ સાથે જ રહેતા અને આ તમામ 24 લોકો રાજસ્થાનના વતની છે.
નેપાળ પોલીસે ભીખ માંગતા 24 ભારતીયોને પકડ્યા છે. પોલીસનો દાવો છે કે તે કુદરતી આફતનો શિકાર હોવાનો દાવો કરીને લોકો પાસે ભીખ માંગતા હતા. એ બધા લોકો સાથે રહેતા હતા. પોલીસનું એમ પણ કહેવું છે કે નેપાળમાં તહેવાર શરૂ થતાં જ ભારતમાંથી આવતા ભીખારીઓની સંખ્યામાં વધારો થાય છે.
નકલી દસ્તાવેજો ધરાવવા અને કુદરતી આફતનો ભોગ બનનાર હોવાનું કહીને નેપાળ પોલીસે 12 સગીરો સહિત ભારતમાંથી 24 ભીખારીઓની ધરપકડ કરી હતી. નેપાળ પોલીસે કહ્યું કે તેમની પુછપરછ કરીને ભારત પાછા મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ 24 ભીખારી ભારતના રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા હતા અને તમામ 24 લોકોને ભારત-નેપાળ બોર્ડર વિસ્તારના નેપાળ બાજુના બિર્ટામોડની શેરીઓમાં ભીખ માંગતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
નેપાળ પોલીસે કહ્યુ કે આ લોકો હાથમાં 6 મહિનાના બાળક સહિત અનેક નાના બાળકોને સાથે રાખીને જુદા જુદા બહાના બનાવીને પૈસા માટે ભીખ માંગતા હતા. પોલીસના કહેવા મુજબ આ બધા ભીખારીઓ બોગસ દસ્તાવેજોના આધારે નેપાળમાં ઘુસી આવ્યા હતા અને ભારતમાં કુદરતી આફતથી પીડિત હોવાનો દાવો કરતા હતા.
ભીખારીઓ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ભારતમાં કુદરતી આફતનો ભોગ બન્યા છે અને આફતને કારણે તેમણે પોતાના ઘર ગુમાવી દીધા છે. પોલીસે બિરતમોદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી શોધી કાઢ્યું હતું કે તેઓ બિરતમોડ બસપાર્ક ખાતે ભાડાના રૂમમાં જૂથોમાં રહેતા હતા.
નેપાળ પોલીસના કહેવા મુજબ,તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ વાહનમાં કાંકરભીટ્ટા વિસ્તારમાં મેચી પુલ પર સરહદની બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે નેપાળમાં તહેવારોની સિઝન આવતા જ નેપાળમાં સરહદ પારથી ભિખારીઓની સંખ્યા વધવા લાગે છે.
આવા ગણ્યા ગાંઠ્યા લોકોને કારણે દેશની બદનામી થાય છે, પરંતુ આવા નફફ્ટ લોકોને કોઇ ફરક પડતો હોતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp