કોંગ્રેસની સ્પીકરને ચિઠ્ઠી: જે ગતિએ રદ્દ કર્યું, એ ગતિથી આપો રાહુલનું સાંસદ પદ

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવ્યા બાદ હવે જલદી જ તેમની લોકસભા સભ્યતા ચાલુ કરી શકાય છે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શનિવારે લોકસભા સચિવાલયને કોર્ટના આદેશ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની સભ્યતા ચાલુ કરવાની માગણી કરતી ચિઠ્ઠી સોંપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તે અફસોસજનક છે કે લોકસભા સચિવાલય રાહુલ ગાંધીની સભ્યતાને એ તત્પરતા સાથે ચાલુ કરી રહ્યું નથી, જે તત્પરતા સાથે તેણે સુરત કોર્ટ દ્વારા દોષી ઠેરવ્યા બાદ માર્ચમાં તેમને અયોગ્ય જાહેર કરી દીધા હતા.
લોકસભા સચિવાલયના અધિકારીઓએ પુષ્ટિ કરી કે, કોંગ્રેસે કોર્ટનો આદેશ સોંપી દીધો છે. જો કે, સ્પીકર ઓમ બિરલા રવિવારે દિલ્હીથી બહાર જવાના છે એટલે આ અનુરોધ સોમવારે કરવામાં આવશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ અધીર રંજન ચૌધરીએ ઓમ બિરલા સાથે મુલાકાત કરીને તેમને રાહુલ ગાંધીની સભ્યતા ચાલુ કરવાનો આગ્રહ કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ અધીર રંજન ચૌધરીને કહ્યું હતું કે તેમના કાર્યાલયને સુપ્રીમ કોર્ટથી આદેશ મળ્યા બાદ તેઓ નિર્ણય લેશે.
કોંગ્રેસ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી સંસદમાં ફરે અને અવિશ્વાસ પ્રસ્તાવામાં હિસ્સો લે. જેના પર 8 ઑગસ્ટે ચર્ચા થશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોર્ટનો આદેશ મળ્યા બાદ હું શુક્રવારે રાત્રે સ્પીકરને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે હું રાહુલ ગાંધીની સજા પર રોક લગાવનાર સુપ્રીમ કોર્ટનો આદેશ સોંપવા માગું છું અને પોતાની ચિઠ્ઠી પણ સોંપવા માગું છું. મેં તેમની પાસે મળવાનો સમય માગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ તરફથી દોષી કરાર આપ્યાના નિર્ણય વિરુદ્ધ પહેલા રાહુલ ગાંધી સેશન કોર્ટ ગયા હતા, પછી હાઇ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ ગયા હતા. ગયા મહિને જ ગુજરાત હાઇ કોર્ટે અરજી ફગાવ્યા બાદ કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સેશન કોર્ટે દોષસિદ્ધિને પૂરી રીતે રદ્દ કરવાની અપીલ પર સુનાવણી કરી હતી. હવે વાયનાડથી સાંસદ રહેલા રાહુલ ગાંધી, મોદી સરનેમ કેસમાં સજા પર રોક લાગ્યા બાદ લોકસભામાં ફરવા તૈયાર છે. કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp