મહારાષ્ટ્ર: બસ પલટી ખાઇ ગઇ અને 3 માસૂમ બાળકો સહિત 26 ઉંઘમાં જ ભડથું થઇ ગયા

PC: digitalwomen.news

મહારાષ્ટ્રમાં એક બસને ગંભીર અકસ્માત નડ્યો છે અને 3 માસૂમ બાળકો 26 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા છે.શુક્રવારે મઘરાત્રે બસમાં મુસાફરો નિંદર માણી રહ્યા હતા ત્યારે બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી બસમાં આગ ફાટી નિકળી હતી, 26 મુસાફરોને બચવાનો કોઇ મોકો મળ્યો નહોતો.

મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર બસમાં આગ લાગવાને કારણે 26 મુસાફરોના મોત થયા છે. આ ઘટના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બની હતી. બસમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા, 7 ઇજાગ્રસ્ત થયા છે. બસનો ડ્રાઇવર પણ ઘાયલ થયો છે. ડ્રાઇવરનું કહેવું છે કે બસનું ટાયર અચાનક ફાટી જવાને કારણે બસ પલટીને ડિવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી અને પછી આગ લાગી ગઇ હતી.

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લા સિંદખેડ રાજા શહેરની પાસે આ દર્દનાક દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. સિટીલિંક ટ્રાવેલ્સની લક્ઝરી બસ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી નાગપુરથી મુંબઇ જઇ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો અને બસ આગના લપકામાં આવી ગઇ હતી. હજુ તો મુસાફરો કઇ સમજે એ પહેલાં તો આગની લપેટમાં 3 માસૂમ બાળકો સહિત 26 લોકો બળીને ભડથું થઇ ગયા હતા.

બુલઢાનાના SP સુનીલ કડાસેને કહ્યું કે, બસનું ટાયર ફાટી ગયું હતું અને બસ થાંભલા અને ડિવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી અને પછી આગ લાગી ગઇ હતી. બસમાં 33 લોકો મુસાફરી કરતા હતા, જેમાંથી 26ના મોત થયા છે અને 7ને ગંભીર ઇજા થઇ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, નાગપુરથી મુંબઇ જઇ રહેલી લક્ઝરી બસનો પિંપલખુંટા ગામ પાસે શુક્રવારે રાત્રે 1-30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. મોતને ભેટનારા નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે અને  CM શિંદે અને ડેપ્યુટી CM ફડણવીસ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સરકારી ખર્ચે સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

બસની બારી તોડીને 5 મુસાફરો નિકળી શક્યા હતા, પરંતુ તેમને ગંભીર ઇજા પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp