ઓડિશા રેલ અકસ્માતમાં મૃતકોની સંખ્યા પહોંચી 280 પર, રાજ્યમાં એક દિવસનો શોક જાહેર

PC: ndtv.com

ઓરિસ્સાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6:51 વાગ્યે મોટો ટ્રેન અકસ્માત થઈ ગયો. અહીં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. ટક્કર થતા જ બંને ટ્રેન પલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 280 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 900 લોકો ઇજાગ્રસ્ત થઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે NDRF સિવાય સ્થાનિક પોલીસ, રેલવે પોલીસની ટીમો સિવાય જિલ્લા પ્રશાસનની ટીમો પણ ઘટનાસ્થળ પર છે.

ઓરિસ્સાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે, લગભગ 50 એમ્બ્યુલન્સને લોકોને લઈ જવા માટે લગાવવામાં આવી છે, પરંતુ ઇજાગ્રસ્તોની સંખ્યા ઘણી બધી છે, એટલે ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો લગાવવામાં આવી છે. ઓરિસ્સાના બાલાસોર, બહનાગા બજારમાં શુક્રવારે થયેલા રેલ અકસ્માતને લઈને મુખ્યમંત્રી નવીન પટનાયકે મોટી જાહેરાત કરી છે. જાહેરાત મુજબ 3 જૂન એટલે કે આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે એટલે આખા રાજ્યમાં 3 જૂનના રોજ કોઈ ઉત્સવ મનાવવામાં નહીં આવે. ઓરિસ્સાના સૂચના અને જનસંપર્ક વિભાગે તેની જાણકારી આપી છે.

ઓરિસ્સાના ફાયર સર્વિસિસ ઓરિસ્સાના DG સુધાંશુ સારંગીએ જણાવ્યું કે, ઘણા શબ જપ્ત કરવામાં આવ્યા છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે. ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા આ ભીષણ રેલ અકસ્માતના કારણે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. આ ટ્રેનો પોતાના ડીપાર્ચર સ્ટેશનથી યાત્રાની શરૂઆત કરી ચૂકી છે. હવે ગંતવ્ય સુધી જવા અગાઉ આ ટ્રેનોના માર્ગમાં બદલાવ કરવામાં આવ્યા છે.  JDSના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ ટ્વીટ કરી કે, ઓરિસ્સાના બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટના બાબતે જાણીને ખૂબ દુઃખી થયો.

મારી પ્રાર્થનાઓ એ પરિવારો સાથે છે જેમણે જીવ ગુમાવ્યા છે. મારી કામના છે કે, એ ઇજાગ્રસ્તોની સારી દેખરેખ કરવામાં આવે અને આશા છે કે એ બધા સુધી મદદ પહોંચશે, જે અત્યારે પણ ફસાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા વળતરની જાહેરાત કરી છે. PMO ઈન્ડિયાએ ટ્વીટ કરી કે, વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ હેઠળ જીવ ગુમાવનારા પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. એ સિવાય ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp