શું ગેહલોતના ચહેરા પર ચૂંટણી નહિ લડે કોંગ્રેસ? મીટિંગમાં પાયલટની 3 વાતો...

PC: outlookindia.com

મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વરિષ્ઠ નેતા સચિન પાયલટ વચ્ચે ખેચતાણને જોતા કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને 4 મહત્ત્વની બેઠક કરી છે. આ દરમિયાન ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા. સૌથી મહત્ત્વનો નિર્ણય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ મુખ્યમંત્રી ચહેરા વિના ચૂંટણી મેદાનમાં ઉતરવાનું છે. મતલબ સ્પષ્ટ છે કે અત્યારે એ નક્કી નથી કે ચૂંટણી જીતવાની સ્થિતિમાં અશોક ગેહલોતને ફરી એક વખત મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે નહીં.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આગામી ચૂંટણીના સંબંધમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ આપી. રાજસ્થાનને લઈને દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પ્રદેશ કમિટીના 29 વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બધાએ એક સ્વરમાં મળીને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડવાની વાત કહી હતી. ઉમેદવારની ચૂંટણી જીતવાની આશાના આધાર પર જ ચૂંટણી માટે તેમને પસંદ કરવામાં આવશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ જશે.

શું હતી સચિન પાયલટની માગ?

આ મીટિંગ દરમિયાન સચિન પાયલટના મુદ્દાઓને પણ સાંભળવામાં આવ્યા. સચિન પાયલટની મુખ્યતઃ 3 માગણી હતી. પહેલી માગણી-વસુંધરા રાજેના ભ્રષ્ટાચારની તપાસ પર સરકાર કમિટી બનાવે. બીજી માગણી-પેપર લીક કેસમાં આજીવન કેદની સજાના પ્રવધાનની માગણી પણ માનવામાં આવી છે. ત્રીજી માગણી-રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)માં ગરબડી સારી કરવા સંબંધિત પગલાં ઉઠાવવામાં આવે. તેને પણ માની લેવામાં આવી છે.

મીટિંગમાં 4 મુદ્દાઓ પર બની સહમતી:

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં નહીં આવે.

વિધાનસભાની ચૂંટણી લડનારા બધા ઉમેદવારોનું સિલેક્શન સપ્ટેમ્બર સુધીમાં કરી લેવામાં આવશે.

હવે બીજા ગ્રુપ વિરુદ્ધ કોઈ પ્રકારની નિવેદનબાજી કરવામાં નહીં આવે. મળીને સરકાર અને પાર્ટી તરફથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે.

રાજસ્થાન લોક સેવા આયોગના સભ્યોની નિમણૂક માટે સ્પષ્ટ નિયમ બનાવવામાં આવશે. પેપરલીકને રોકવા માટે વિધાનસભામાં કાયદો આવશે.

મીટિંગ બાદ સચિન પાયલટે કહ્યું કે, ‘લગભગ 4 કલાક સુધી અમારી ચર્ચા ચાલી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવી. 25 વર્ષોમાં જે રાજસ્થાનમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસનું પ્રકરણ ચાલી રહ્યું છે તેને સમાપ્ત કરીને ફરી કોંગ્રેસની સરકાર બને.. તેના પર ખૂબ સાર્થક અને વ્યાપક ચર્ચા થઈ. બધા મુદ્દાઓ પર અમે લોકોએ એ ભરોસો વ્યક્ત કર્યો કે અમે આગામી મહિનાઓમાં વધુ મહેનત કરીને પોતાની સરકાર રીપિટ કરી શકીએ છીએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp