3 આંખવાળી વાછરડીએ લીધો જન્મ, પશુ ડૉક્ટરે જણાવ્યું કારણ

PC: bhaskar.com

ઘણી વખત આપણને હેરાન કરી દે તેવા કુદરતના કરિશ્મા જોવ મળતા હોય છે. બાળકોના જન્મ સમયે તેમના શરીર જોડાયેલા હોવા અથવા તો માથા અને ધડથી જોડાયેલા હોવાનું તો આપણે સૌએ જાણ્યું છે પરંતુ હરિયાણાના રોહતકમાં એક કુદરતનો કરિશ્મા જોવા મળ્યો છે, જેમાં એક ગાયની વાછરડીએ ત્રણ આંખો સાથે જન્મ લીધો છે. ગામ ખરકડાના રહેનારા ગોલુના ઘરે એક ગાયે 3 આંખવાળી વાછરડીને જન્મ આપ્યો છે. હાલમાં વાછરડી સંપૂર્ણપણે સ્વસ્થ છે. પશુ ડૉક્ટરોનું કહેવું છે કે આ જેનિટલ ડિસઓર્ડરના કારણે થઈ શકે છે. ગામ ખરકડા નિવાસી ગોલુએ કહ્યું હતું કે તે થોડા સમય પહેલા એક ગાય મહમથી ખરીદીને લાવ્યો હતો. તેની આ ગાયે 27 ડિસેમ્બરના રોજ એક વાછરડીને જન્મ આપ્યો હતો.

વાછરડીના જન્મ પછી તેણે જોયું તો તેને ત્રણ આંખો હતી. જેને જોઈને તે હેરાન રહી ગયો હતો. હાલમાં વાછરડી એકદમ સ્વસ્થ છે અને ગાયનું દૂધ પણ પી રહી છે. ગોલુએ કહ્યું છે કે જ્યારે તેણે વાછરડીને સંભાળી તો તેની આંખની અંદર બે આંખો હતી. નોર્મલ પશુઓની બે આંખો હોય છે. પરંતુ આ વાછરડીને ત્રણ આંખો છે. વાછરડીની ડાબી તરફની આંખ તો યોગ્ય છે પરંતુ જે જમણી બાજુની આંખ છે, તેની અંદર એકની જગ્યાએ બે આંખો દેખાય છે.

વાછરડીની ત્રણ આંખો હોવાની વાત ગામમાં ચર્ચાનો વિષય બની છે. દરેક આ વાત સાંભળીને બે ઘડી માટે હેરાન રહી જાય છે. પરંતુ આવ કેસો ભાગ્યે જ જોવા મળે છે. લોકોમાં વાછરડી પ્રત્યે ઘણી ઉત્સુક્તા પણ છે. તેને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ આવી રહ્યા છે. પશુઓના ડૉક્ટર એવા VLDA અજય ઢાકાનું કહેવું છે કે તેને ત્રણ આંખો વાળી વાછરડી અંગે જાણ થઈ છે. આ જેનિટલ ડિસોર્ડરના કારણે થઈ શકે છે. તેના કારણે પશુઓના અતિરિક્ત અંગો થઈ જાય છે, આ જ ડિસઓર્ડર મનુષ્યોમાં પણ જોવા મળે છે. જેના કારણે ઘણા અંગો વધારાના હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp