મણિપુર ક્યારે શાંત થશે? ગામની રખેવાળી કરતા 3 લોકોની ગોળી મારીને કરાઇ હત્યા

મણિપુરમાં હિંસા બંધ થવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે સવારે રાજ્યના નાગા બહુધા ઉખરૂલ જિલ્લાના એક ગામમાં 3 લોકોની હત્યા કરી દેવામાં આવી. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ઘટનાને સવારે લગભગ 04:30 વાગ્યે અંજામ આપવામાં આવ્યો. અજાણ્યા લોકોના ગ્રુપે ગામની રખેવાળી કરનારા 3 લોકોની હત્યા કરી દીધી. ઉખરૂલનું આ ગામ અત્યાર સુધી થયેલા સંઘર્ષમાં અપેક્ષાકૃત શાંત હતું, પરંતુ શુક્રવારે સવારે બનેલી ઘટના બાદ અહીં તણાવ જોવા મળી રહ્યો છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઘટનાને સવારે 04:30 વાગ્યાની આસપાસ અંજામ આપવામાં આવી. થોવઇ ગામમાં કુકી સમુદાયના લોકો રહે છે. તે ઉખરૂલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. જે લોકોની હત્યા કરવામાં આવી, તેમની ઓળખ થાંગખોકાઇ હાઓકિપ (ઉંમર 35 વર્ષ), જામખોગિન હાઓકિપ (ઉંમર 26 વર્ષ) અને હોલેન્સન બાઈતે (ઉંમર 24 વર્ષ)ના રૂપમાં થઈ છે. ઉખરૂલના SP નિંગશેમ વાશુમે જણાવ્યું કે, જે લોકોની હત્યા કરવામાં આવી, તેમના પર ગામની સુરક્ષાની જવાબદારી હતી. આ ઘટનાને રાજ્યમાં ચાલી રહેલી જાતીય સમસ્યાના કારણે અંજામ આપવામાં આવી.
તેમણે આગળ જણાવ્યું કે, કેટલાક હથિયારધારી બદમાશ ગામમાં ઘૂસ્યા અને તેમણે ગામની ચોકીદારી કરી રહેલા આ ત્રણ લોકોને ગોળી મારી દીધી. ગામ રિમોટ લોકેશનમાં છે. અહીંથી નજીકની સુરક્ષા પોસ્ટ 3 કિલોમીટર દૂર છે એટલે ઘટનાના સમયે સુરક્ષા બળોના જવાન ત્યાં ઉપસ્થિત નહોતા. થોવઇ કુકી ગામ ઉખરૂલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. તે કામજોંગ જિલ્લાનો હિસ્સો છે. ઉખરૂલમાં અત્યાર સુધી કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યું નથી.
ઉખરૂલના SP નિંગશેમ વાશુમે જણાવ્યું કે, હિંસાની વધુ એક ઘટના લગભગ એક મહિના અગાઉ કામજોંગના એક અન્ય કુકી ગામમાં થઈ હતી. રાજ્યમાં 3 મેં બાદ સતત હિંસા ચાલી રહી છે. મણિપુર રાજ્યના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં મેતેઈ બહુધા વિસ્તાર વિષ્ણુપુર, ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને કાકચિંગ અને કુકી જોમી વહુધા વસ્તીવાળા ચૂરાચાંદપુર અને કાંગપોકપી જિલ્લા સામેલ છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બહુસંખ્યક મેતેઈ સમુદાય જનજાતિય અનામતની માગ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે મેતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે, પરંતુ આ લોકો રાજ્યના માત્ર 10 ટકા મેદાની વિસ્તારમાં રહે છે.
તો કુકી અને નાગા સમુદાય રાજ્યના પર્વતીય વિસ્તારમાં રહે છે જે રાજ્યની લગભગ 90 ટકા વસ્તી છે. જમીન સુધાર કાયદા હેઠળ મેતેઈ સમુદાયના લોકો પર્વતો પર જમીન ખરીદી શકતા નથી, જ્યારે કુકી અને નાગા સમુદાય પર એવો કોઈ પ્રતિબંધ નથી. એ જ કારણ છે જેના કારણે હિંસા શરૂ થઈ અને અત્યાર સુધી આ હિંસામાં 100 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ મણિપુર હિંસાની તપાસ શરૂ કરી દીધી છે. તેમાં 53 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે, જેમાં 29 મહિલા અધિકારીઓને સામેલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp