26th January selfie contest

પહેલા મેરેજ બાદ અંજલી, બીજા પછી અફસા, ત્રીજા મેરેજ પછી ભવ્યા અને પછી હત્યા...

PC: twitter.com

ગાઝિયાબાદના ભવ્યા શર્મા હત્યા કેસમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભવ્યાએ ત્રણ લગ્ન કર્યા હતા. પરંતુ, ત્રીજા પતિ વિનોદ શર્મા સાથે રહેતી હોવા છતા પણ તે તેના બીજા પતિ સાથે વાત કરતી હતી. તા વાતથી ગુસ્સે થયેલા વિનોદ શર્માએ ચાકૂથી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિનોદે જ ભવ્યાના માતા-પિતાને ફોન કરીને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને બોલાવી હતી. પોલીસે મૃતદેહને કબજમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે યુવતીના પેટમાં ચાકુ મારવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આરોપી યુવતીના મોત મામલે અલગ અલગ નિવેદન આપી રહ્યો હતો. જેના પર પોલીસ અધિકારીઓને શંકા ગઈ. વિનોદે સિદ્ધાર્થ વિહારના વૃંદાવન એન્ક્લેવમાં 25 ડિસેમ્બરની સાંજે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે ભવ્યા તેની સાથે છેતરપિંડી કરી રહી હતી.

આરોપી વિનોદે જણાવ્યું કે ભવ્યાના બીજા પતિ અનીશે ગાઝિયાબાદ છોડીને ચાલ્યા જવાની ધમકી આપી હતી, તેને કહ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. ત્યારથી તેણે ભવ્યા સામે નારાજગી રાખવાનું શરૂ કર્યું હતું. ભવ્યા પોતે નોકરી કરતી હતી અને તેની કમાણીથી ઘર ચાલતુ હતું. વિનોદ કોઈ કામ-ધંધો કરતો ન હતો. ભવ્યાના ભાઈ ટીપુએ વિનોદ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે.

વિનોદના કહેવા મુજબ હત્યાના દિવસે બંનેએ દારૂ પીધો હતો. આ દરમિયાન ભવ્યાને તેણે વધુ દારૂ પીવડાવ્યો હતો. પછી તક જોઈને તેણે ભવ્યાના પેટમાં ચાકૂ મારી દીધું હતુ. ભવ્યાનું થોડાં વર્ષ પહેલાં પેટનું ઓપરેશન થયું હતું, જેના કારણે તેના પેટ પર નિશાન હતા. વિનોદે ઈરાદાપૂર્વક એ જ કટના નિશાન પાસે ચાકૂના ઘા ઝીંકી દીધા, જેથી લોકોને કપાયાની ખબર ન પડે.

ભવ્યાએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમાં બે યુવકો હિંદુ હતા. ત્રણેય લવ મેરેજ હતા. ભવ્યા પહેલા મુસ્લિમ હતી. તે સીતામઢીની રહેવાસી હતી, પરંતુ બાદમાં તેનો પરિવાર ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં શિફ્ટ થઈ ગયો. લગ્ન પહેલા તેનું નામ બેબી હતું. પરંતુ, પહેલા લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલીને અંજલિ કરી દીધું. જ્યારે બીજા લગ્ન પછી તે અફસાના અને ત્રીજા લગ્ન પછી ભવ્યા બની ગઈ.

પ્રથમ લગ્ન 2004માં દિલ્હીના રહેવાસી યોગેન્દ્ર કુમાર સાથે થયા હતા. બંનેને એક પુત્ર પણ છે. ત્યારબાદ અનીશ સાથે 2017માં લગ્ન કર્યા. ત્યારબાદ તે ગુરુગ્રામના વિનોદ શર્માને મળી અને બંનેએ 2019માં લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp