અમરનાથ યાત્રા દરમિયાન નથી રોકાઈ રહ્યો મોતનો સિલસિલો, જાણો કેમ થાય છે આવું

PC: greaterkashmir.com

હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમયે આ યાત્રા ચાલી રહી છે અને રોજ હજારો ભક્ત બાબા બર્ફાનીના દર્શન અને પૂજન કરી રહ્યા છે. આ યાત્રા ખૂબ જ દુર્ગમ માર્ગો અને મુશ્કેલીઓથી ભરેલી હોય છે. ઘણા શ્રધાળુંઓની આ દરમિયાન તબિયત બગડી પણ જાય છે. તો કેટલાક શ્રદ્ધાળુઓના તો મોત પણ થઈ જાય છે. આ વર્ષે આ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને પ્રશાસને આ યાત્રાને સુગમ અને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કર્યા છે. અત્યાર સુધી 2 લાખ 30 હજાર કરતા વધુ તીર્થયાત્રી મંદિરના દર્શન કરી ચૂક્યા છે.

યાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન થાય, તેનો ભરપૂર ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યાંથી આવી રહેલા મોતના સમાચારો બધાની ચિંતા વધારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે સવારે 3 લોકોના મોત થઈ ગયા હતા, જેથી મૃતકોની સંખ્યા વધીને 30 પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક તીર્થયાત્રી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી હતા. તેમનું મોત રવિવારની સવાર બાદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે, 2 તીર્થયાત્રીઓના મોત હાર્ટ એટેક આવવાથી થયા, જ્યારે ત્રીજાનું મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે, યાત્રાના પહલગામ માર્ગ પર 2 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બાલતાલ માર્ગ પર એક વ્યક્તિનું મોત થઈ ગયું. આ ત્રણેય લોકોના મોત બાદ આ વર્ષે અત્યાર સુધી યાત્રા દરમિયાન મૃત્યુ પામનારા યાત્રીની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. અધિકારીઓ મુજબ, મૃતકોમાં યાત્રા ડ્યુટી પર તૈનાત ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ના અધિકારી, એક સાધુ અને એક સેવાદાર સામેલ છે. ઊંચાઈ પર ઓછી ઑક્સિજન હોવાના કારણે હૃદય ગતિ રોકાવી, અમરનાથ તીર્થયાત્રીઓ અને ત્યાં તૈનાત સુરક્ષાબળોના મોતના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે.

અત્યાર સુધી અમરનાથ યાત્રામાં 30 લોકોના મોત થયા છે. તેમાંથી ગુજરાતના 4 લોકોનો સમાવેશ થાય છે. જે ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમની ઓળખ, ગણેશભાઈ કદમ ( રહે. ફતેહપુરા, વડોદરા) , ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (રહે. કામરેજ, સુરત) , શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (રહે. સિદસર, ભાવનગર), રાજેન્દ્રભાઇ ભાટીયા (રહે વેમાલી, વડોદરા)ના રૂપમાં થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp