પ્રેશર કુકરમાં વિસ્ફોટકો લઇને પાક ઘુસણખોરો કશ્મીરમાં ઘુસતા હતા, 3ને સેનાએ ઝડપ્યા

PC: bhaskar.com

જમ્મૂ કાશ્મીરના કરમારા સેક્ટરમાં LoCની પાસે ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને પકડ્યા. આ ત્રણેય 30 મેની રાત્રે ખરાબ હવામાન અને વરસાદનો ફાયદો ઉઠાવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જવાનોએ ફેન્સિંગ ક્રોસ કરી રહેલા ત્રણેય આતંકીઓ પર ફાયરિંગ કર્યું. સેનાએ તેમની પાસેથી 10 કિલો IED, AK-56 રાઇફલ સહિત ભારે માત્રામાં હથિયાર અને ડ્રગ્સ જપ્ત કર્યા છે. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત એક આતંકવાદીની પૂંછની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

પૂંછના ગુલપુર વિસ્તારમાં કરમારા ગામમાં નિયંત્રણ રેખા પર સેનાએ સંદિગ્ધ ગતિવિધિ જોઈ. ત્યારબાદ રાત્રે આશરે 4 વાગ્યે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સેના તરફથી એક્શન જોઈ આતંકીઓએ ગોળીબારી શરૂ કરી દીધી, જવાબી ફાયરિંગમાં એક ઘૂસણખોરને પગમાં ગોળી વાગી. ફાયરિંગમાં સેનાનો એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે.

ઘૂસણખોરોની ઓખળ મોહમ્મદ ફારૂક (26), મોહમ્મદ રિયાઝ (23) અને મોહમ્મદ જુબૈર (22) ના રૂપમાં થઈ છે. તમામ કરમારાના નિવાસી છે. ફારૂકના પગમાં ગોળી વાગી છે. સેનાના જણાવ્યા અનુસાર, આ ત્રણેયને બોર્ડર પારથી હથિયાર અને ડ્રગ્સની ખેપ મળી હતી. તેઓ તેની તસ્કરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે જ સૈનિકોએ તેમને રોકી લીધા.

તેમની પાસે AK-56 રાઇફલ, બે પિસ્તોલ, છ ગ્રેનેડ, પ્રેશર કુકરમાં મુકેલો એક IED અને હેરોઇનના 20 પેકેટ જપ્ત કર્યા છે. ઘૂસણખોરો પાસેથી મળેલા 10 કિલો એક્સપ્લોસિવને સેનાએ બાદમાં સુરક્ષિતરીતે નષ્ટ કર્યો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સેનાના એક જવાન અને આતંકી ઉપરાંત કોઈ અન્ય પ્રકારનું નુકસાન થવાના સમાચાર નથી.

આતંકીઓ પાસેથી એક AK-56 રાઇફલ, જેની મેગજીનમાં 10 કારતૂસ મળી, બે પિસ્તોલની સાથે બે મેગજીન અને 70 કારતૂસ, 10-12 કિલો IED, 6 ચાઇનીઝ ગ્રેનેડ અને 20 પેકેટ ડ્રગ્સ જપ્ત કર્યું છે. પુંછ જિલ્લા હોસ્પિટલના ડૉ. ઇશ્ફાક અનુસાર, પોલીસ ફારુકને સવારે 7.15 વાગ્યે લઇને આવી હતી. ફારુકની ડાબી જાંઘમાં ગોળી વાગી છે. આ ઉપરાંત તેને અન્ય ઇજા નથી થઈ. બારામૂલામાં વનિગમ પાયીન ક્રેરી વિસ્તારમાં સુરક્ષાદળોએ ગુરુવારે 2 આતંકીઓને ઢેર કર્યા હતા. આ પોલીસ અને સેનાનું જોઇન્ટ ઓપરેશન હતું. જેને 29RR, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને જમ્મૂ-કાશ્મીર પોલીસે મળીને ચલાવ્યું. આતંકીઓ પાસેથી એક AK-47, એક પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ અગાઉ એક દિવસ પહેલા પણ માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં પણ બે આતંકીઓને ઢેર કરાયા હતા. આતંકીઓએ નિયંત્રણ રેખાની પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp