અઢી વર્ષના છોકરાએ સાંપને દાંતો વડે ચાવીને મારી નાખ્યો, તરત જ હૉસ્પિટલ લઈ...

PC: crimetak.in

ઉત્તર પ્રદેશના ફર્રૂખબાદથી એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ હેરાન કરી દેનારી ઘટના એક માસૂમ બાળક અને ઝેરી સાંપ સાથે જોડાયેલી છે. જેમાં સાંપ બાળકોને ડંખ મારે એ અગાઉ જ છોકરાએ જ સાંપને દાંતોથી ચાવી નાખ્યો. તેમાં સાંપનું પણ મોત થઈ ગયું. એ જોઈને બાળકના સંબંધી બાળકમાં ઝેર પહોંચવાને લઈને ડરી ગયા. તેને હૉસ્પિટલમાં દાખલ કરાવી દીધો, પરંતુ છોકરાનું સ્વાસ્થ્ય એકદમ સારું છે.

રિપોર્ટ્સ મુજબ, ફર્રૂખાબાદના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મદનાપુર ગામના રહેવાસી દિનેશનો અઢી વર્ષનો છોકરો અક્ષય ઘરના આંગણમાં રમી રહ્યો હતો. ત્યારે આંગણામાં ક્યાંકથી સાંપ આવી ગયો. અક્ષય તેની સાથે રમવા લાગ્યો. રમત રમતા અક્ષયે સાંપના મોઢામાં પકડી લીધો અને પોતાના દાંતોથી ચાવી નાખ્યો. તેનાથી સાંપ લોહીલુહાણ થઈ ગયો. હવે અક્ષયની દાદી સુનિતાએ છોકરાને સાંપ ચાવતા જોયો તો તેણે મોઢામાંથી સાંપના બચ્ચને કઢ્યું, સાંપને ઊંડો ઘા થયો અને તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.

છોકરા અક્ષયનું સ્વાસ્થ્ય બગડવા પર ઇમરજન્સીમાં તેની દાદી લોહીયા જિલ્લા હૉસ્પિટલ લઈને પહોંચી. અક્ષયની સારવાર કરાવી. હવે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. તો આખા મામલા પર જિલ્લા હૉસ્પિટલમાં ડૉક્ટર પણ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાની લોકોમાં વચ્ચે ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, ઘટના બાદ પરિવારજનોએ બાળકોને પોલિથિનમાં ભરી લીધો અને બાળકને લઈને હૉસ્પિટલ પહોંચ્યા. બાળકનું એવું કારનામું જોઈને ડૉક્ટર્સ પણ હેરાન રહી ગયા.

હૉસ્પિટલમાં ઇમરજન્સીમાં ડ્યુટી પર તૈનાત ડૉક્ટર મોહમ્મદ સલીમ અન્સારીએ છોકરાની પ્રાથમિક સારવાર કરી. સારવાર બાદ છોકરાનું સ્વાસ્થ્ય સારું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છોકરાની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું કે, પહેલી વખત મામલો વધુ ગંભીર લાગ્યો. છોકરાને દાખલ કરીને જરૂરી દવાઓ આપવામાં આવી. થોડા સમયમાં જ છોકરાની તબિયતમાં સુધાર નજરે પડ્યો. બાળકને 24 કલાક દેખરેખમાં રાખ્યા બાદ તેને ઘરે મોકલી આપવામાં આવ્યું છે. એમ લાગે છે કે સાંપ ઝેરી નહોતો. સારું થયું કે છોકરાએ સાંપને ન ગળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp