ડૉક્ટરોએ ગાયનું ઓપરેશન કરી પેટમાંથી કાઢ્યું આટલા કિલો પ્લાસ્ટિક

તમે તમારા ઘરનું બચેલું ખાવાનું એક પ્લાસ્ટીકનું ખાવાનું ભરીને રોડ પર નાંખી દો છો અને એમ માનો છો કે ગાય ખાઇ જશે અને તમને પૂણ્ય મળશે. પણ તમને કદાચ એ ખબર નહીં હોય કે, પ્લાસ્ટીકમાં ભરીને મુકેલું એ ખાવાનું ગાય માટે કેટલું જીવલેણ સાબિત થઇ શકે છે, તેનો એક ચોંકાવનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે. ગાયને પ્લાસ્ટિકની થેલીમાં ખાવાનું આપતા પહેલાં હવે 100 વાર વિચારજો.
ઓડિશાના બેરહામપુરમાં એક સરકારી એનિમલ હોસ્પિટલના ડૉક્ટરોએ ગાયના પેટમાંથી લગભગ 30 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે. લોકો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓમાં ફેંકવામાં આવેલો બચેલો ખોરાક આ રખડતી ગાય ખાઈ લેતી હતી. તેના કારણે તેના પેટમાં પ્લાસ્ટિકની થેલીઓ જમા થઈ ગઈ અને તેના આંતરડાને અસર થવા લાગી.
પ્લાસ્ટિક માણસ જ નહીં, જાનવરો માટે પણ ખતરનાક છે. તમારા ઘરનું વધેલું ખાવાનું પ્લાસ્ટિકમાં ફેંકી દેવું કેટલું ઘાતક હોય શકે છે તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે એક ગાયના પેટમાંથી 30 કિલો પ્લાસ્ટિક મળ્યું છે. ઓડિશાના બરહામપુરની એક સરકારી પશુ હોસ્પિટલમાં ગાયનું ઓપરેશન કરતી વખતે પેટમાંથી 30 કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી ભાષાના એક અહેવાલ મુજબ ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળવાની ઘટના પર ગંજમના મુખ્ય જિલ્લા પશુ સારવાર અધિકારી મનોજ કુમાર સાહુએ કહ્યું કે સત્ય નારાયણ કારના નેતૃત્વમાં વેટરનરી ડોકટરોની એક ટીમને ગાયના પેટમાંથી પ્લાસ્ટિક હટાવવા માટે ચાર કલાકનો સમય લાગ્યો. ગાયના પેટનું ઓપરેશન કરવું પડ્યું. આ દરમિયાન ડોક્ટરો ખૂબ જ નર્વસ હતા, કારણ કે આ ઓપરેશન એટલું સરળ નહોતું.
વેટરનરી ડોકટરોએ કહ્યું કે, લોકો ખાવાનું પ્લાસ્ટીકની થેલીમાં ભરીને રસ્તા પર નાંખી દે છે જેને રખડતી ગાયો પ્લાસ્ટીકની થેલી સાથે જ આરોગી જાય છે. આ ગાય પણ પ્લાસ્ટિકની થેલી ખાય જતી હતી જેને કારણે તેના પેટમાં પ્લાસ્ટિકની થેલીઓ ભેગી થવા માંડી હતી અને ધીમે ધીમે ગાયના આતંરડા પર અસર થવા માંડી હતી.
ડોકટર નારાયણ કારએ કહ્યું કે, જો લાંબા સમય સુધી ગાય પર ધ્યાન આપવામાં ન આવતે તો તેનું મોત થઇ શકતે. 10 વર્ષની ઉંમરની આ ગાય ઓપરેશન પછી સ્વસથ છે. એક સપ્તાહ સુધી હજુ આ ગાય ડોકટરોની સારવાર હેઠળ રહેશે. ગયા વર્ષે પણ હોસ્પિટલના તબીબોએ એક ગાયના પેટમાંથી 15 કિલો પ્લાસ્ટિક કાઢ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp