રામ મંદિરમાં પૂજારી બનવા 3000 અરજી, ઇન્ટરવ્યૂ માટે 200ની પસંદગી, આ સવાલ પુછે છે

અયોધ્યામાં રામ મંદિરના પૂજારીના પદ માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. મકરસંક્રાંતિ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઇ જશે.

ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ સોમવારે જણાવ્યું હતું કે, 200 ઉમેદવારોને તેમની યોગ્યતાના આધારે ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટ દ્વારા તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મુખ્યાલય કારસેવક પુરમ ખાતે તેમનો ઈન્ટરવ્યુ યોજાઈ રહ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, વૃંદાવનના જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસની ત્રણ સભ્યોની પેનલ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહી છે.

આ 200 ઉમેદવારોમાંથી 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને છ મહિનાની તાલીમ બાદ પુરોહિત તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેમને વિવિધ પોસ્ટ્સ પર નિયુક્ત કરવામાં આવશે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીએ જણાવ્યું હતું કે, જેઓ પસંદગી પામ્યા નથી તેઓ પણ તાલીમમાં ભાગ લઈ શકશે, તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉમેદવારોને ભવિષ્યમાં તક આપવામાં આવી શકે છે. ઉમેદવારોની તાલીમ ટોચના સંતો દ્વારા તૈયાર કરાયેલા ધાર્મિક અભ્યાસક્રમ પર આધારિત હશે. તાલીમ દરમિયાન, ઉમેદવારોને મફત ભોજન અને રહેવાની સુવિધા મળશે અને તેમને 2,000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે.

રામ મંદિરમાં પૂજારી બનવા 3000 અરજી, ઇન્ટરવ્યૂ માટે 200ની પસંદગી, આ સવાલ પુછે છે

ઇન્ટરવ્યુ દરમિયાન, ઉમેદવારોને ઘણા સવાલ જવાબો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, 'સંધ્યા વંદન' શું છે, તેની પદ્ધતિઓ શું છે અને આ પૂજા માટેના 'મંત્રો' શું છે? ભગવાન રામની ઉપાસના માટેના 'મંત્રો' શું છે અને તેના માટે 'કર્મકાંડ' શું છે?... આ પ્રકારના સવાલ-જવાબ ઉમેદવારોને પૂછવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં પૂજા કરવાની પદ્ધતિ પણ હાલની પદ્ધતિથી અલગ હશે. આ રામાનંદીય સંપ્રદાય અનુસાર હશે. આ પૂજા માટે ખાસ અર્ચક હશે. રામજન્મભૂમિ સંકુલમાં સ્થિત અસ્થાયી મંદિરમાં, અત્યાર સુધી અયોધ્યાના અન્ય મંદિરોની જેમ પંચોપચાર પદ્ધતિ (સામાન્ય રીત)થી પૂજા કરવામાં આવે છે. તેમાં ભગવાનને ભોજન અર્પણ, નવા વસ્ત્રો પહેરવા અને પછી સામાન્ય પૂજા અને આરતીનો સમાવેશ થાય છે. પરંતુ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાના અભિષેક પછી આ બધું બદલાઈ જશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી આ રામાનંદીય પરંપરા મુજબ કરવામાં આવશે. મુખ્ય પૂજારી, સહાયક પૂજારી અને સેવકો માટે રામાનંદીય પૂજા પદ્ધતિમાં રામલલાની પૂજા કરવાની જોગવાઈ રહેશે. જેમાં વસ્ત્રો પહેરવાની રીત સહિત પૂજાની ઘણી બાબતો નક્કી કરવામાં આવશે. હનુમાન ચાલીસાની જેમ, રામલલાની સ્તુતિ કરવા માટે નવી પોથી (પુસ્તક) હશે. જેની રચના કરવામાં આવી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.