32 વર્ષ પહેલા રૂ.100ની લાંચ લીધી હતી, 82 વર્ષના નિવૃત્ત ક્લાર્કને એક વર્ષની જેલ

PC: aajtak.in

ભારતમાં ન્યાયતંત્રમાં સતત વિલંબને લગતા પ્રશ્નો ઉભા થાય છે. હાલમાં જ એક જૂના કેસને લઈને એક નિર્ણય આવ્યો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. લખનઉની વિશેષ CBI કોર્ટે એક નિવૃત્ત રેલ્વે કર્મચારી વિરુદ્ધ 32 વર્ષ જૂના લાંચ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કર્મચારી પર 100 રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો અને હવે કોર્ટે તેને એક વર્ષની જેલની સાથે 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હવે 82 વર્ષની ઉંમરે કર્મચારીને જેલના રોટલા તોડવા પડશે.

CBIની વિશેષ અદાલતે ગુરુવારે 82 વર્ષીય નિવૃત્ત રેલવે ક્લાર્કને 32 વર્ષીય વ્યક્તિ પાસેથી 100 રૂપિયાની લાંચ લેવા બદલ એક વર્ષની જેલની સજા ફટકારી છે. CBIના વિશેષ ન્યાયાધીશ અજય વિક્રમ સિંહની અદાલતે વૃદ્ધાવસ્થાના આધારે ઓછી સજાની માંગ કરતા દોષિત પ્રત્યે કોઈપણ પ્રકારની નમ્રતા બતાવવાનો ઇનકાર કરતા કહ્યું કે, આમ કરવાથી સમાજમાં ખોટો સંદેશ જશે.

કોર્ટે દોષિત રામ નારાયણ વર્મા પર 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વર્માએ જજ સમક્ષ દલીલ કરી હતી કે, આ ઘટના 32 વર્ષ પહેલા બની હતી. આ કેસમાં તે જામીન પર છૂટ્યા પહેલા બે દિવસ જેલમાં રહી ચૂક્યો હતો.

તેણે દલીલ કરી હતી કે તેની સજા તે જેલમાં વિતાવી ચૂકેલા સમયગાળા સુધી મર્યાદિત હોઈ શકે છે, જેથી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં જવું ન પડે. અરજી ફગાવી દેતા ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં બે દિવસની જેલ પૂરતી નથી. લાંચની રકમ, ગુનાની પ્રકૃતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લેતા, એક વર્ષની જેલની સજા ન્યાયના અંત સુધી પહોંચશે.

ઉત્તર રેલવેના નિવૃત્ત લોકો ડ્રાઈવર રામ કુમાર તિવારીએ 1991માં CBIમાં આ કેસમાં FIR નોંધાવી હતી. તિવારીએ તેમની FIRમાં આરોપ લગાવ્યો હતો કે, તેમના પેન્શનની ગણતરી માટે તેમની મેડિકલ તપાસ જરૂરી છે. વર્માએ આ માટે 150 રૂપિયાની લાંચ માંગી હતી.

ત્યાર પછી તેણે 100 રૂપિયાની માંગણી કરી હતી. CBIએ વર્માની લાંચની રકમ સાથે રંગે હાથે ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ CBIએ વર્મા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે 30 નવેમ્બર, 2022ના રોજ આરોપીઓ પર આરોપો ઘડ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, કેસના ફરિયાદી રામકુમાર તિવારીનું અવસાન થયું છે. દરમિયાન લાંચ લેતા આરોપી વતી આ મામલાના વહેલા નિકાલ માટે હાઇકોર્ટમાં અપીલ પણ કરવામાં આવી હતી. આના પર હાઈકોર્ટે સ્પેશિયલ CBI કોર્ટને કેસનો છ મહિનામાં નિકાલ કરવાનો અને કેસનો અંત લાવવાનો આદેશ પણ આપ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશ પર CBI કોર્ટે માત્ર 35 દિવસમાં સુનાવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp