સરકારી હૉસ્પિટલમાં માત્ર 2 દિવસોમાં 34ના મોત, ડૉક્ટરોએ જણાવ્યું આ કારણ

PC: etvbharat.com

ઉત્તર પ્રદેશના બલિયાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, બલિયાની જિલ્લા હૉસ્પિટલમાં 2 દિવસોમાં 34 લોકોના મોત થયા છે. 15 જૂનના રોજ બલિયા જિલ્લા હૉસ્પિટલમાં 23 દર્દીઓની સારવાર દરમિયાન મોત થઈ ગયા, જ્યારે 16 જૂનના રોજ જિલ્લા હૉસ્પિટલમાં 11 દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ ગયા હતા. બલિયા જિલ્લા હૉસ્પિટલમાં 2 દિવસોમાં 34 દર્દીઓના મોતના કેસમાં બલિયાના ચીફ મેડિકલ ઓફિસર (CMO) અને જિલ્લા હૉસ્પિટલમાં CMSનો દાવો છે કે આ દર્દી વૃદ્ધ અને ગંભીર બીમારીઓથી પીડિત હતા.

CMSએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ગરમી વધવાથી ગંભીર બીમારીવાળા દર્દીઓનું સ્વાસ્થ્ય બગડ્યું હશે, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. આ બાબતે CMS, CMOનો દાવો છે કે ગંભીર હાલતમાં આ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પરીક્ષણ અને સારવાર કરવામાં આવી રહ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન 2 દિવસોમાં જિલ્લા હૉસ્પિટલમાં 34 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા. હાલમાં બલિયા જિલ્લા હૉસ્પિટલમાં 2 દિવસોમાં 34 દર્દીઓના મોતથી હાહાકાર મચી ગયો છે.

જિલ્લા હૉસ્પિટલમાં મુખ્ય ચિકિત્સા અધિકારી (CMS) દિવાકર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, ભીષણ ગરમીને જોતા જિલ્લા હૉસ્પિટલમાં દર્દીઓ અને કર્મચારીઓને લૂના જોખમથી બચાવવા માટે પંખા, કુલર અને ACની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ડૉક્ટર, પેરા મેડિકલ કર્મીઓની સંખ્યામાં વૃદ્ધિ કરી દેવામાં આવી છે. CMSએ લોકોને સલાહ આપી કે ગરમીમાં, ખાસ કરીને તડકામાં જો જરૂરિયાત ન હોય તો ઘરથી બહાર ન નીકળો.

તેમણે આગળ કહ્યું કે, બહાર નીકળવા પર ગરમી અને તડકામાં રહેવાથી બચો અને વધારેમાં વધારે માત્રામાં જળ/પેય પદાર્થનું સેવન કરો. લૂથી બચાવ માટે છત્રી, ચશ્મા અને ગમછા/દુપટ્ટા વગેરેનો ઉપયોગ કરો. ઉલ્લેખનીય છે કે ભારતના મોટા ભાગના હિસ્સો હાલના દિવસોમાં ભીષણ અને હિટ વેવની ઝપેટમાં છે. ચોમાસું આવવામાં મોડું થવાથી ઘણા રાજ્યોમાં રોજિંદું તાપમાન 40 ડિગ્રી કરતા વધુ નોંધાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp