માતા-પિતાની કોહવાયેલી લાશ વચ્ચે 3 દિવસ બાદ જીવિત મળ્યું 4 દિવસનું બાળક

ઉત્તરાખંડના દેહરાદૂનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરેથી પતિ-પત્નીની લાશ મળી છે. લાશો ત્રણ દિવસ જૂની થઈ જવાના કારણે સડી ચુકી હતી. આશ્ચર્યની વાત એ છે કે, મૃતક દંપત્તિનું 4-5 દિવસનું બાળક લાશોની વચ્ચે જીવિત મળ્યું. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા માંડી હતી. પોલીસે શવોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને બાળકને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકે પૈસા ઉધાર લીધા હતા, જેને ચુકવી ના શકવાના કારણે તેણે પત્ની સાથે સુસાઇડ કરી લીધુ.
13 જૂને પોલીસ કંટ્રોલ રૂમને સૂચના મળી હતી કે, ટર્નર રોડ પર એક ઘરમાં કોઈની ડેડ બોડી હોઈ શકે છે. કારણ કે, ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. સૂચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી. ઘરના એક દરવાજા પર તાળું હતું અને બીજો દરવાજો અંદરથી બંધ હતો આથી, જાળી કાપીને તેને અંદરથી ખોલવામાં આવ્યો. અંદર જોયુ તો એક મહિલા અને એક પુરુષની લાશ જમીન પર પડી હતી, જે ફુલી ગઈ હતી અને સડવા માંડી હતી. રૂમમાં ખૂબ જ લોહી હતું.
પોલીસની ટીમે ઘરની અંદર તપાસ કરી તો રૂમમાંથી 4-5 દિવસનું બાળક મળ્યું. તે જીવિત હતું, પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ મોકલ્યું. પોલીસે FSLની ટીમ બોલાવી અને તપાસ કરાવી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને શવોના શરીર પર કોઈપણ પ્રકારના ઈજાના નિશાન નથી મળ્યા, જે લોહી મળ્યું તે તેમના મોઢામાંથી નીકળ્યું હતું. પોલીસે શવોને પણ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, શવ સહારનપુર જિલ્લાના ચહલોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કાશિફ માહતશિમ અને તેની 22 વર્ષીય પત્ની અનમના છે. તેઓ ચાર મહિના પહેલા જ આ મકાનમાં રહેવા આવ્યા હતા. મકાન માલિક સોહેલ છે અને તે જોશિયાડા ઉત્તરકાશીમાં રહે છે. મૃતકના પરિવારજનોને બોલાવવામાં આવ્યા તો જાણકારી મળી કે કાશિફના બે લગ્ન થઈ ચુક્યા હતા. પહેલા લગ્નથી તેને 5 વર્ષની બાળકી છે. તેમજ, એક વર્ષ પહેલા તેણે અનમ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જે થોડાં મહિના પહેલા જ મા બની હતી.
પહેલી પત્ની નુસરત છે તેણે પોલીસને જણાવ્યું કે, બે-ત્રણ દિવસથી મારા પતિ ફોન નહોતા ઉઠાવી રહ્યા. મારી છેલ્લીવાર વાત 10 જૂને રાત્રે 11 વાગ્યે થઈ હતી. કાશિફે જણાવ્યું હતું કે, તે કાલે ગામ આવશે કારણ કે તેણે કોઈકને 5 લાખ રૂપિયા પાછા આપવાના હતા, જે તેણે ઉધાર લીધા હતા. બે-ત્રણ દિવસથી ફોન રિસીવ ના થયો અને પછી ફોન બંધ થઈ ગયો હતો. હું જ્યારે અહીં આવી તો જોયુ કે ઘર બંધ હતું. પછી મે મારા સાસુ-સસરા અને દિયરને આ અંગે વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp