મણિપુર હિંસામાં 54 લોકોના મોત, પરિસ્થિતિ સંભાળવા 10000 જવાન રસ્તા પર ઉતર્યા

PC: indianexpress.com

મણિપુરમાં સુગલી હિંસામાં ઘણા લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ મુજબ, મણિપુરમાં અત્યાર સુધી 54 લોકોના મોત થઈ ચૂક્યા છે. 54 મૃતકોમાંથી 16 શબ ચૂરાચાંદપુર જિલ્લા હોસ્પિટલમાં મરડાઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 15 શબ ઇમ્ફાલ ઇસ્ટના જવાહરલાલ નેહરુ આયુર્વિજ્ઞાન સંસ્થામાં છે. એ સિવાય ઇમ્ફાલના લામ્ફેલ ક્ષેત્રિય ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાએ 23 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10,000 સૈનિકોને રાજ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સમુદાયો વચ્ચેની લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા છે. એ સિવાય લગભગ 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે, પોલીસ તેની પુષ્ટિ કરવા તૈયાર નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે, શબ ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ ચૂરાચાંદપુર અને બિશેનપુર જેવા જિલ્લાઓમાંથી લાવવામાં આવ્યા હતા. તો ગોળી લાગવાથી ઘણા લોકોની સારવાર રિમ્સ અને જવાહરલાલ નેહરુ આયુર્વિજ્ઞાન સંસ્થામાં પણ ચાલી રહી છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, તણાવગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા કુલ 13,000 લોકોને સુરક્ષિત કાઢીને સેનાની શિબિરોમાં પકહોચાડી દીધા છે.

સેનાના PROએ જણાવ્યું કે, સુરક્ષા બળોના તાત્કાલિક એક્શનના કારણે હિંસાથી પ્રભાવિત ક્ષેત્રોના અલગ-અલગ લઘુમતી વિસ્તારથી લોકોને બચાવવામાં આવ્યા. ચૂરાચાંદપુર, કાંગાપોકપી, મોરેહ અને કાકચિંગમાં સ્થિતિ હવે પૂરી રીતે કાબૂમાં છે. તો ઇમ્ફાલ ઘાટીના બધા મુખ્ય ક્ષેત્રો અને રસ્તાઓ પર ઠેર ઠેર સેનાની ટુકડીઓ, RAF, CRPFને તૈનાત કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, હવે ઇમ્ફાલ વેલીમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગી છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે.

શનિવારે અહી દુકાનો અને બજાર ફરી ખૂલી ગયા. લોકોએ ખરીદી કરી. રસ્તાઓ પર વાહન ચાલવા લાગ્યા. ઇમ્ફાલ પૂર્વી અને પશ્ચિમી જિલ્લામાં ગુરુ-શુક્રવારની રાત્રે નાની એવી ઘટનાઓ થઈ હતી. ઉપદ્રવીઓએ નાકાબંદી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષાબળોએ સ્થિતિ બગડતા રોકી લીધી. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ઉપદ્રવી ભીડે ઇનકમ ટેક્સ વિભાગમાં ફરજ બજાવરતા ભારતીય આવકવેરા સેવાના અધિકારીની ઘર બહાર ખેચીને હત્યા કરી દીધી. ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ એસોસિએશને ટ્વીટર પર જાણકારી આપી કે, મિનાથાંગ હાઓકિપ ઇમ્ફાલમાં ટેક્સ આસિસટેન્ટના પદ પર તૈનાત હતા. મિનથાંગની હત્યાની એસોસિએશને સખત નિંદા કરી છે.

મણિપુર ચૂરાચાંદપૂરમાં રજામાં પોતાના ગામમાં આવેલા CRPFના એક કોબરા કમાન્ડોની શુક્રવારે સશસ્ત્ર હુમળવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી. અધિકારીઓએ જણાવ્યું કે, 204મી બટાલિયનના ડેલ્ટા કંપનીના કોન્સ્ટેબલ ચોનખોલેન હાઓકિપની બપોરે હત્યા કરી દેવામાં આવી. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યારે એ સ્પષ્ટ નથી કે કઈ પરિસ્થિતિમાં તેમની હત્યા કરવામાં આવી છે.

મણિપુરમાં કેમ ફેલાઈ હિંસા?

મણિપુર હાઇ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એમ.વી. મુરલીધરને હાલમાં જ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગ પર વિચાર કરવા કહ્યું હતું. કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ મણિપુર (ATSUM)એ આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp