વરરાજા સાથે સાસરે જતા 3 બનેવી સહિત 4ના મોત: ટ્રેલરે બોલેરોને કચડી નાંખી

શુક્રવારે મોડી રાત્રે ચુરુમાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તેમજ, ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ બહેનોનો સંસાર વેરવિખેર થઇ ગયો હતો.

આ અકસ્માત સરદારશહર જિલ્લાના રતનગઢ રોડ પર સ્થિત રાણાસર ગામમાં રાત્રે 9:30 વાગ્યે થયો હતો. બોલેરો અને ટ્રેલરની ટક્કર બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ તમામને બહાર કાઢ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, બંને ભાઈઓ લાલચંદ અને હરિરામના લગ્ન ગુરુવારે થયા હતા. અકસ્માતની માત્ર પાંચ મિનિટ પહેલાં, હનુમાનરામના બે પુત્રો, લાલચંદ અને હરિરામ, તેમના ત્રણ બનેવીઓ, એક પિતરાઈ ભાઈ અને અન્ય સંબંધીઓ સાથે તેમના સાસરે જીવનદેસર જવા રવાના થયા હતા.

ત્યારે સામેથી આવતા ટ્રેલરે ટક્કર મારી હતી. વરરાજાના કાકાના પુત્ર રાણસર બિકણના રહેવાસી ગિરધારીલાલ જાટ (29) અને વરરાજાના ત્રણ સાળા, તારાચંદ (36) પુત્ર ભોમારામ, રૂઘારામ (30) પુત્ર હેમરાજ જાટ અને સીતારામ (32) પુત્ર હેમરાજ જાટ, અકસ્માતમાં માર્યા ગયા હતા.

રાણાસર બિવાનમાં રહેતા હનુમાનરામને પાંચ પુત્રી અને બે પુત્ર છે. જેમાંથી બે પુત્રીઓ મમતા અને જમુનાના લગ્ન 25 જાન્યુઆરીએ થયા હતા. જીવનદેસરથી તેમના લગ્નની જાન આવી હતી. બંને દીકરીઓને 26મીએ સવારે વિદાય આપવામાં આવી હતી. સાંજે તેમના બે પુત્રો લાલચંદ અને હરિરામની જાન જીવનદેસર ગઈ હતી. જ્યાં તેઓએ લગ્ન કર્યા હતા. ભાઈ-બહેનના સાસરિયાં એક જ પરિવારમાં છે.

લગ્ન પછી, 27 જાન્યુઆરીના વહેલી સવારે, તેઓ દુલ્હનને વિદાય કરીને લઈને આવ્યા હતા. સાંજે, પગફેરાની વિધિના ભાગરૂપે, પ્રથમ તેમની પત્નીઓ તેમના પિયર ગઈ અને પછી રાત્રે લગભગ પોણા નવ વાગ્યાના સુમારે તેમને લાવવા માટે, લાલચંદ, હરિરામ, તેના એક પિતરાઈ ભાઈ ગિરધારીલાલ જાટ (29) બાલુરામ જાટના પુત્ર, તેમના બનેવી તારાચંદ (36) ભોમારામનો પુત્ર, રૂઘારામ (30) પુત્ર હેમરાજ જાટ, સીતારામ (32) પુત્ર હેમરાજ જાટ, પરિવારના સભ્યો શીશરામ (27) પુત્ર નેમીચંદ અને દાનારામ (23) પુત્ર પબુરામ જાટ બોલેરા કારમાં નીકળ્યા હતા.

આ ઘટના રાત્રે નવ વાગ્યાની આસપાસ બની હતી અને તરત જ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી. જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેઓ જાણતા હતા કે મૃતકો અને ઈજાગ્રસ્તો હનુમાનરામના પરિવારના છે, પરંતુ કોઈની અંદર ઘરે જઈને કહેવાની હિંમત ન હતી, લોકો પોતપોતાના સ્તરે ઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાની કામગીરીમાં લાગ્યા હતા. ત્યારે જ હનુમાનરામના પરિવારને પણ અકસ્માતની માહિતી મળી હતી, પરંતુ તેઓને ખબર ન હતી કે કોની ગાડી ટકરાઈ હતી.

ઘરની બહાર નીકળ્યા બાદ આ લોકો ભાગ્યે જ એક કિલોમીટર સુધી પહોંચ્યા હશે કે, રાણાસરના બસ સ્ટેન્ડ પાસે એક ટ્રેલરે કારને ટક્કર મારી હતી. જોરદાર અવાજ સાંભળીને આસપાસના ઘરોમાંથી લોકો બહાર આવી ગયા અને જોયું તો આ તમામ કારમાં ફસાયેલા હતા.

લોકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં ગિરધારીલાલ જાટ, તારાચંદ અને બે સગા ભાઈઓ રૂઘારામ અને સીતારામ જાટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે બાકીના ચાર લોકો ઘાયલ થયા હતા.

જ્યારે પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે આ તેમની જ કાર છે. ભયાનક દ્રશ્ય જોતાની સાથે જ તે બેભાન થઈ ગયા. જો કે, લોકોએ તેમને કહ્યું કે, તમામ લોકો ઘાયલ છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

જ્યારે સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા તો જાણવા મળ્યું કે, ચાર લોકોના મોત થયા છે. રાત્રી હોવાને કારણે મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા હતા અને ઘરમાં કોઈને પણ કંઈ કહેવામાં આવ્યું ન હતું. સવારે જ્યારે ઘરની મહિલાઓને અકસ્માતની જાણ થઇ ત્યારે અફરાતફરી મચી ગઈ હતી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.