યાસીન મલિકને સુપ્રીમ કોર્ટમાં હાજર કરવાના મામલે 4 અધિકારીઓ સસ્પેન્ડ

આતંકવાદી ફડિંગ કેસમાં આજીવન જેલની સજા કાપી રહેલા યાસીન મલીકને ઉચ્ચ સુરક્ષા સાથે જેલના વાહનમાં સુપ્રીમ કોર્ટ લાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જેલ અધિકારીઓને તતડાવ્યા હતા કે કોઇ પણ જાતના આદેશ વગર આને કેમ અહીં લાવ્યા?  આ વિશે બબાલ વધી જતા તિહાર જેલ તંત્રએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

તિહાર જેલ પ્રશાસને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસિન મલિકના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. તિહાર જેલ પ્રશાસને આ મામલે એક ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ અને બે આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

તિહાર જેલમાં આજીવન સજા ભોગવી રહેલા યાસીન મલિકને સુપ્રીમ કોર્ટમાં હાજર કરવાના મામલામાં તિહાર જેલ તંત્રએ પગલાં લીધા છે. તિહાર જેલે અધિકારીઓની બેદરકારી બતાવી હતી.

અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આખો મામલો એવો છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે યાસીન મલિકની અંગત હાજરી પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે જ્યારે આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી તો પછી તેને કોર્ટમાં કેમ લાવવામાં આવ્યો? યાસીન મલિક આતંકવાદી ફંડિંગના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે, આ દરમિયાન જ્યારે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યાસીનને જેલમાંથી બહાર લાવવાનું જોખમ વધારે હોઈ શકે છે. આ મામલે આદેશ પહેલા જ પસાર થઈ ચૂક્યો છે.

જેલ તંત્ર તરફથી મોટી ચૂક થઇ હોવાનું સામે આવ્યું હતું અને ભારે ટીકાઓ શરૂ થઇ ગઇ હતી. જેલ તંત્રએ પહેલી નજરમાં અધિકારીઓની લાપરવાહી માની હતી, પરંતુ હોબાળો વધી જતા  4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મલિકની હાજરી અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચને કહ્યું કે ઉચ્ચ જોખમ ધરાવતા દોષિતોને તેમના કેસની વ્યક્તિગત રીતે દલીલ કરવા માટે કોર્ટરૂમમાં આવવા દેવાની પ્રક્રિયા છે. જ્યારે મહેતાએ કોર્ટરૂમમાં મલિકની હાજરી તરફ ધ્યાન દોર્યું, ત્યારે બેન્ચે કહ્યું કે તેમણે મલિકને કોઈ પરવાનગી આપી નથી. વધુમાં, તેમને વ્યક્તિગત રીતે તેમના કેસની દલીલ કરવાની મંજૂરી આપતો કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો ન હતો.

આ મામલામાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને કહ્યું કે આ ગંભીર સુરક્ષા ચિંતાનો વિષય છે. યાસીન મલિકને કોઈપણ સત્તાવાર આદેશ વિના સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. મલિક ભાગી ગયો હોત અથવા માર્યો ગયો હોત.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.