40 સ્ત્રીઓએ રૂપચંદ નામ લખાવ્યું, અમુકે પતિ તરીકે તો કોઈએ પુત્ર તરીકે

PC: indiatvnews.com

214 જાતિઓના બિહાર જાતિ સંહિતાનો વિવાદ ખતમ થયો નથી. 28 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં બિહારની જાતિ ગણતરી પર સુનાવણીમાં આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ દરમિયાન CM નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાં વધુ એક નવી સમસ્યા ઉભી થઈ છે. એક જિલ્લામાં આવા ત્રણ ડઝનથી વધુ નામો સામે આવ્યા છે, જેમની જાતિ 215મી છે, એટલે કે ગણતરીકારો 'અન્ય' પણ લખી શક્યા નહીં. ન તો તેમની શૈક્ષણિક લાયકાત સમજાઈ રહી છે કે, ન તેમની આવક. જ્યારે ગણતરીકારોની સામે પડકાર આવ્યો, ત્યારે તેઓએ માસ્ટર ટ્રેનર્સનો આશરો લીધો, પરંતુ તેનો ઉકેલ શોધી શક્યા નહીં. શું છે આ મામલો અને ક્યાંનો છે, જાણો...

અરવલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુરુષ 40 પત્નીઓનો પતિ બનીને બેઠો છે. આ વ્યક્તિનું નામ રૂપચંદ છે. આશ્ચર્યની વાત એ છે કે, જાતિ ગણતરીના સર્વે દરમિયાન કોઈ પુરુષ નહીં પરંતુ 40 મહિલાઓએ તેમના પતિ તરીકે રૂપચંદનું નામ નોંધાવ્યું હતું. રૂપચંદ નામની વ્યક્તિની શોધખોળ કરવામાં આવી ત્યારે તે ક્યાંય જોવા મળ્યો ન હતો. અરે ત્યાં સુધી કે, તેની પાસે સરનામું પણ નથી. જ્યારે ગણતરીના કર્મચારીઓએ તેની તપાસ કરી તો, મોટો ખુલાસો થયો હતો.

તમામ 40 મહિલાઓ રેડ લાઈટ વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાઓ ગીતો ગાઈને, નાચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ લગ્ન પણ કર્યા ન હતા અને પોતાની ઓળખ છુપાવવા માટે તેઓએ તેમના પતિનું નામ રૂપચંદ તરીકે રજીસ્ટર કરાવ્યું હતું, એટલું જ નહીં કેટલીક મહિલાઓએ તેમના પુત્ર અને પિતાનું નામ પણ રૂપચંદ તરીકે રજીસ્ટર કરાવ્યું હતું. આ મામલો અરવલ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 7નો છે. આ વિસ્તારમાં રેડ લાઇટ એરિયા છે.

જાતિ ગણતરીનું સંચાલન કરનાર રાજીવ રાકેશ રંજને જણાવ્યું કે, ગણતરીના બીજા તબક્કા દરમિયાન મોટાભાગની મહિલાઓએ તેમના પતિ, પિતા અને પુત્રનું નામ રૂપચંદ જણાવ્યું હતું. જ્યારે આ અંગે માહિતી એકત્ર કરવામાં આવી ત્યારે રૂપચંદ નામની કોઈ વ્યક્તિ મળી આવી ન હતી. મહિલાઓએ સાચા નામનો ઉપયોગ કર્યો. બીજી તરફ, સ્થાનિક લોકોનું કહેવું છે કે, રેડ લાઈટ વિસ્તારની મહિલાઓ પૈસાને રૂપચંદ કહે છે, તેમના માટે પૈસા જ સર્વસ્વ છે, તેથી જ તેઓએ તેમના પતિ, પિતા અને પુત્રનું નામ રૂપચંદ રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp