40 વર્ષની કાકીને 20 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ થયો, પતિએ તેને પકડીને કરાવ્યા લગ્ન

જમુઈમાં, 40 વર્ષીય કાકી તેના કરતાં અડધી ઉંમરના 20 વર્ષના ભત્રીજાના પ્રેમમાં પડી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે લગભગ ત્રણ વર્ષથી આ ગેરકાયદેસર સંબંધ ચાલી રહ્યો હતો. ત્યાર પછી પતિએ શનિવારે બંનેને એકસાથે ગામમાં પકડી લીધા હતા. ત્યાર પછી પંચાયત બોલાવવામાં આવી હતી. જ્યાં બંનેએ એકબીજા સાથે રહેવાની વાત કરી હતી. ત્યારબાદ પતિએ જ ગામના લોકો વચ્ચે બંનેના લગ્ન કરાવી દીધા. પતિએ પહેલા પોતાની પત્નીની માંગમાં પ્રેમી દ્વારા સિંદૂર પુરાવ્યું અને બંનેને એકસાથે વિદાય કરી દીધા હતા.
સમગ્ર મામલો જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના લખાપુર ગામનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, મહિલાના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને તેને 10 વર્ષનો પુત્ર પણ છે. મહિલાની ઓળખ લખાપુર નિવાસી ઈન્દ્રદેવ પાસવાનની પત્ની રૂબી દેવી (40) તરીકે થઈ છે. જેને તેના ભત્રીજા પંકજ પાસવાન (20) સાથે છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર સંબંધો હતા. કાકી તેના ભત્રીજા પ્રેમીને ત્રણ વર્ષથી જમુઈમાં, ક્યારેક લખીસરાયમાં તો ક્યારેક અન્ય જિલ્લામાં છુપાઈને મળતી હતી. પતિને શંકા હતી કે, તેની પત્નીને કોઈની સાથે ક્યાંક ગેરકાયદેસર સંબંધ છે, પરંતુ તે તેને પકડી શકતો ન હતો. બંનેના ઘર એક જ ગામમાં નજીક છે.
અહીં શનિવારે રાત્રે મહિલા તેના પ્રેમી પંકજને મળવા આવી હતી. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેણે સ્થાનિક લોકોની મદદથી બંનેને એકસાથે પકડી લીધા. આ મામલે પંચાયત બોલાવવામાં આવી હતી જેમાં પંકજ પાસવાન અને રૂબી દેવીએ એકબીજા સાથે રહેવાની વાત કરી હતી. ત્યાર પછી ઈન્દ્રદેવ પાસવાને પોતે પંચાયતના લોકોની વચ્ચે ઉભા રહીને પોતાની પત્ની રૂબી દેવીના લગ્ન ભત્રીજા પંકજ પાસવાન સાથે લખાપુર ગામના કાલી મંદિરમાં હિંદુ રીતિ-રિવાજથી કરાવ્યા હતા. જ્યારે તે સમયે ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ લગ્ન કર્યાનો વીડિયો બનાવ્યો હતો. લગ્ન કરાવ્યા પછી સ્થાનિક લોકોએ ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી અને બંને પ્રેમીઓને ગામની બહાર લઈ જવાની અપીલ કરી હતી.
મોડી રાત સુધી પોલીસ પહોંચી ન હતી, જેના કારણે સમગ્ર ગામમાં તંગદિલી છવાઈ ગઈ હતી. બીજી તરફ કાકી-ભત્રીજાના લગ્નના કારણે કેટલાક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ટાઉન પોલીસ સ્ટેશનના પ્રમુખ રાજીવ કુમાર તિવારીએ જણાવ્યું કે માહિતી મળી છે. કેસની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp