જ્વાલામુખી મંદિરમાં 2000ની કોઈ 400 નોટ નાખી ગયું, પેટીમાં 4 બંડલમાં 8 લાખ મળ્યા

PC: india.postsen.com

હિમાચલ પ્રદેશના માં જ્વાલામુખી મંદિરમાંથી એક અજાણ્યા ભક્તે 8 લાખ રૂપિયાનું દાન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માં જ્વાલામુખી મંદિરમાં 2000 રૂપિયાની લગભગ 400 નોટો ચઢાવવામાં આવી છે. જ્યારે મંદિરના અધિકારીઓએ શનિવારે દાન પેટીમાંથી રોકડ રકમની ગણતરી કરી ત્યારે તેમને 2,000 રૂપિયાની 100 નોટોના ચાર બંડલ મળ્યા. આવી સ્થિતિમાં માત્ર એક જ વ્યક્તિએ આ દાન કર્યું હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગત 19 મેના રોજ જાહેરાત કરી હતી કે, 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં રહેશે નહીં. બીજા જ દિવસે એટલે કે 20 મેના રોજ એક અજાણ્યા ભક્તે મંદિર પરિસરમાં રાખેલઈ દાન પેટીમાં દાન સ્વરૂપે 2000 રૂપિયાની 400 નોટો ચઢાવી દીધી હતી. 21 મેના રોજ જ્યારે દાનપેટીને ગણતરી માટે ખોલવામાં આવી ત્યારે તેમાં 2000 રૂપિયાની નોટોના 4 બંડલ મળી આવ્યા હતા. દરેક બંડલમાં 100-100 નોટો હતી.

નયના દેવી મંદિરના અધિકારી વિપન ઠાકુરે જણાવ્યું કે, 19 મેના રોજ 2000ની નોટ બંધ કરવાની જાહેરાત થયા પછી 22મી મેની સાંજ સુધી 2000 રૂપિયાની 357 નોટો મંદિરમાં દાન કરવામાં આવી છે. બીજી તરફ માતા ચિંતપૂર્ણી મંદિરના અધિકારી બળવંત પટિયાલે જણાવ્યું કે, 19 મેથી 22 મે સુધી 164 નોટો દાન સ્વરૂપે મળી હતી.

શર્માએ કહ્યું કે, લોકો ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં જ્વાલાજી મંદિરની મુલાકાત લે છે અને રોકડ અને અન્ય વસ્તુઓના રૂપમાં દાન આપે છે. તેમણે કહ્યું, 'આ પહેલીવાર છે જ્યારે કોઈ ભક્તે આટલી વધારે સંખ્યામાં અને આટલી મોટી રકમ ચડાવી હોય. અમે બધા ભક્તોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.'

મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમારે જણાવ્યું કે, આ રકમ ભક્તો દ્વારા આપવામાં આવી છે અને ઘણા મોટા મોટા ભક્તો માતાના દરબારમાં આવે છે, જેઓ ઘણીવાર માતાના ચરણોમાં મોટી મોટી ભેટ ચઢાવે છે અને માંના દરબારમાં ખુબ મોટી રકમનું દાન અર્પણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કાઉન્સિલ જ્વાલામુખી મંદિરના અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિના સુધી બેંકમાં 2000ની નોટ બદલી શકાશે. આવી સ્થિતિમાં જો 2000ની નોટો માં જ્વાલામુખીના દરબારમાં આવશે તો ચોક્કસથી આ મંદિરને ફાયદો થશે. આ પૈસા મંદિરના વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે.

અહીં તમને બતાવી દઈએ કે, રૂ.500 અને રૂ.1,000ની નોટો વ્યવહારમાંથી નાબૂદી થયા પછી અર્થતંત્રમાં ઝડપી ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવેમ્બર 2016માં રૂ. 2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી. RBIએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે અવલોકન કર્યું છે કે, સામાન્ય રીતે 2,000 રૂપિયાની નોટોનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી અને અન્ય મૂલ્યોની નોટોનો સ્ટોક લોકોની ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp