26th January selfie contest

એક જ જેલમાં 44 કેદીઓ HIV સંક્રમિત, કોઈ નથી જાણતું કારણ, જેલ પ્રશાસન પણ મૌન

PC: navbharattimes.indiatimes.com

ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં, 44 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. એક જેલના 44 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું બહાર આવતા જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા સાથે સંકળાયેલા સૂત્રોના અહેવાલ મુજબ, તમામ દર્દીઓની સારવાર હલ્દવાનીની સુશીલા તિવારી સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે. સંક્રમિત કેદીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ અંગે હોસ્પિટલના ART સેન્ટરના ઈન્ચાર્જ ડો.પરમજીત સિંહે જણાવ્યું હતું કે, હોસ્પિટલની ટીમ મહિનામાં બે વખત રૂટીન ચેકઅપ માટે જેલમાં જાય છે. તમામ કેદીઓની તપાસ કરવામાં આવે છે, જેમને હળવી તકલીફ હોય તેઓને દવા આપીને સ્થળ પર જ સાજા કરવામાં આવે છે. વધુ સમસ્યાવાળા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર, HIV પોઝિટિવના આટલા કેસો પછી જેલ પ્રશાસન કેદીઓની નિયમિત તપાસ કરાવી રહ્યું છે, જેથી યોગ્ય સમયે HIV સંક્રમણ શોધી શકાય અને કેદીઓની સારવાર થઈ શકે. ડૉ. સિંહે એમ પણ જણાવ્યું કે, HIVના દર્દીઓ માટે ART સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અહીં સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ડોક્ટરોની ટીમ જેલના કેદીઓની સતત તપાસ કરી રહી છે. કોઈપણ કેદી જે HIV પોઝીટીવ જોવા મળે છે, તેને મફત સારવાર અને દવાઓ આપવામાં આવે છે.

જો કે, આ જેલમાંથી આટલા બધા HIV કેસ બહાર આવવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જ્યારે, ડોકટરો જણાવે છે કે HIV અથવા એઈડ્સના ઘણા કારણો હોઈ શકે છે. દરમિયાન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જેલમાં 50 થી વધુ કેદીઓ HIV સંક્રમિત મળી આવ્યા છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી જેલ પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ. એક વાયરસ જે આપણા શરીરની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. એઇડ્સ આ વાયરસ દ્વારા ફેલાય છે.

HIV વાયરસ આપણા શરીરમાં ઘણી રીતે પ્રવેશી શકે છે. પ્રથમ, અસુરક્ષિત સેક્સ દ્વારા. બીજું, લોહી દ્વારા અને ત્રીજું, HIV પોઝીટીવ માતાથી બાળક સુધી. અથવા જો ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શન અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાય છે તો.

ઘણા લોકો HIVના લક્ષણો દર્શાવતા નથી. કેટલાક લોકોમાં બે, પાંચ કે 10 વર્ષ પછી ખબર પડે છે કે, તેમના શરીરમાં આ વાયરસ છે. HIV આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારતા કોષોને ખાવાનું શરૂ કરે છે. જેના કારણે શરીરમાં CD4ની સંખ્યા ઓછી થવા લાગે છે. આ એક પ્રકારનું પ્રોટીન છે. આપણા શરીરમાં CD4 પ્રોટીનની સંખ્યા 500થી વધુ હોવી જોઈએ. જો આ સંખ્યા ઘટીને 200થી ઓછી થઈ જાય, તો HIV ચેપને એઈડ્સ કહેવામાં આવે છે.

HIV ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? : અસુરક્ષિત સંભોગ પછી, જો તમે ચેપગ્રસ્ત રક્ત ઉત્પાદનો લીધા હોય, તો તે પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો તમે અકસ્માતનો ભોગ બન્યા હોવ અથવા જો તમને કોઈ ઈજા થઈ હોય, જે કોઈ બીજાના લોહીના સંપર્કમાં આવી હોય, કોઈને તાવ હોય. લાંબો સમય, ઉધરસ, કફ થઈ રહ્યો હોય, કે પછી કોઈ કારણ વગર વજન સતત ઘટી રહ્યું હોય ત્યારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp