પોતાનાથી 21 વર્ષ નાની SP નેતાની દીકરીને ભગાડી ગયા નેતા, BJPએ કરી આ કાર્યવાહી

PC: timesnownews.com

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નગર મહામંત્રી પર પોતાના કરતા 21 વર્ષ નાની સપા નેતાની દીકરીને ભોળવીને તેને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ જવાનો આરોપ લાગ્યો છે. સપા નેતાએ મામલા અંગે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધાર પર BJP નેતા વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. બીજી તરફ, BJP જિલ્લાધ્યક્ષે નગર મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ મામલો યુપીના હરદોઈનો છે. આરોપ છે કે, BJPના નગર મહામંત્રી 47 વર્ષીય આશીષ શુક્લા સમાજવાદી પાર્ટીના એક મોટા નેતાની 26 વર્ષીય દીકરીને ભોળવીને ભગાડીને લઈ ગયા. સપા નેતા તરફથી પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, BJP નગર મહામંત્રી આશીષ શુક્લા 13 જાન્યુઆરીએ તેમની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયા છે. સપા નેતાના જણાવ્યા અનુસાર, આરોપી BJP નેતા બે બાળકોનો પિતા છે. સપા નેતાની ફરિયાદના આધાર પર પોલીસે આરોપી BJP નેતા વિરુદ્ધ યુવતીને લગ્નની લાલચ આપીને ભોળવીને ભગાડીને લઈ જવાનો કેસ દાખલ કરી લીધો છે.

અપર પોલીસ અધિક્ષક પૂર્વી અનિલ કુમારે જણાવ્યું કે, 13 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, 13 જાન્યુઆરીએ તેમની દીકરી ઘરેથી ક્યાંક ચાલી ગઈ. શોધખોળ કરવા પર જાણકારી મળી કે, BJP નેતા આશીષ શુક્લા તેને લગ્નની લાલચ આપીને પોતાની સાથે ભગાડીને લઈ ગયા છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે અને આરોપીની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે.

BJP જિલ્લાધ્યક્ષ સૌરભ મિશ્રાએ આરોપી નગર મહામંત્રીને પાર્ટીમાં સસ્પેન્ડ કરી દીધા છે. BJP નેતાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમારા દ્વારા સંગઠનના નિર્દેશોની અવગણના, તમારા દ્વારા સંગઠનના કાર્યોમાં રસ ના લેવો તેમજ સંગઠનની રીતિ-નીતિથી વિપરીત આચરણ સંબંધી ઘણી ફરિયાદો મળી રહી હતી જેની આંતરિક તપાસ કરાવવા પર તમામ ફરિયાદો સાચી સાબિત થઈ. જેના પરિપેક્ષ્યમાં તમારી પ્રાથમિક સભ્યતા રદ્દ કરવામાં આવે છે તેમજ સંગઠનની તમામ જવાબદારીઓથી મુક્ત કરતા તમને ભારતીય જનતા પાર્ટીમાંથી તાત્કાલિક પ્રભાવથી કાઢી મુકવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp